Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ધોરાજીમાં આવેલા છાડવાવદર ગામની જે.જે. કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી, વાંચો આ ચોંકાવનારો અહેવાલ

Rajkot: શાળામાં બાળકો અભ્યાસ માટે નથી આવતા, છતાં નામ બોલાય છે. એટલું જ નહીં પરંતુ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો મફતનો પગાર લઈ રહ્યા છે.
rajkot  ધોરાજીમાં આવેલા છાડવાવદર ગામની જે જે  કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી  વાંચો આ ચોંકાવનારો અહેવાલ
Advertisement
  1. રાજકોટના ધોરાજીમાં ખાનગી શાળામાં લોલમલોલ
  2. જાગૃત નાગરિકે મુદ્દાને ઉજાગર કરતા હકીકત સામે આવી
  3. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો લઈ રહ્યા છે મફતનો પગાર

Rajkot: રાજ્યમાં અત્યારે ભારે કૌભાંડોનો દોર ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટના ધોરાજીમાં ખાનગી શાળામાં લોલમલોલ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે છાડવાવદર ગામે જે.જે. કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી ચાલી રહીં હતી. શાળામાં બાળકો અભ્યાસ માટે નથી આવતા, છતાં નામ બોલાય છે. એટલું જ નહીં પરંતુ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો મફતનો પગાર લઈ રહ્યા છે. જો કે, આ મામલે જાગૃત નાગરિકે મુદ્દાને ઉજાગર કરતા હકીકત સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો: સાંસદ Mansukh Vasava ના પત્ર બાદ Bharuch તંત્રની ઊંઘ ઉડી, ખનીજ વિભાગ આવ્યું એક્શનમાં

Advertisement

વિધારે વિગતે વાત કરવામાં આવે તો, આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં હકીકત ખુલી છે. વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ સહિતનું શૈક્ષણિક કાર્ય થતું હતું. શાળામાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવાતો હતો. જો કે, અત્યારે સમગ્ર મામલો સામે આવતાં બોગસ શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. વિગતો એવી પણ સામે આવી છે કે, છેલ્લા દસ વર્ષથી શાળા બંધ છે પરંતુ છતાં શિક્ષકો પગાર લઈ રહ્યાં હતાં.

જાણો જાગૃત નાગરિત અને સ્કૂલ સત્તાધીશ વચ્ચે થયેલી વાતચીત

જાગૃત નાગરિક: સરકાર ગ્રાન્ટ જ આપતી હશે ને તમને
જાગૃત નાગરિક: કારણ કે આ સ્કૂલ ટ્રસ્ટ છે
જાગૃત નાગરિક: અને સરકાર ગ્રાન્ટ તેમાં આપતી હશે ઓલરેડી
જાગૃત નાગરિક: છોકરાઓને પેઆઉટ કરવામાં અને જે તમે ભણાવો છો
જાગૃત નાગરિક: તમને પગાર આપતી હશે પ્લસ ગ્રાન્ટ આપતી હશે
જાગૃત નાગરિક: ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે?
જાગૃત નાગરિક: છોકરા ભણાતા હોય તો સ્કૂલની આ દસા શું કામે છે?
જાગૃત નાગરિક: જવાબ આપજો
સ્કૂલ સત્તાધીશ: તમે બોલોમાં
જાગૃત નાગરિક: અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા હવે શાંતિ રાખજો
જાગૃત નાગરિક: આ દસા કેમ છે તમને ગ્રાન્ટ આપે છે
સ્કૂલ સત્તાધીશ: હું શું કહું તમને
જાગૃત નાગરિક: તમને ગ્રાન્ટ આપે છે સરકાર
સ્કૂલ સત્તાધીશ: ગ્રાન્ટ હમણા આવતી નથી, રિઝલ્ટ પર આવે છે
જાગૃત નાગરિક: કેમ નથી આવતી ગ્રાન્ટ તેની કારણ શું?
સ્કૂલ સત્તાધીશ: અત્યારે ગામડાના છોકરા છે ને ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી
જાગૃત નાગરિક: તો કહો ચોખ્ખુ કે છોકરા ભણવા નથી આવતા
સ્કૂલ સત્તાધીશ: એટલે પાસ થતા નથી દશમાં માં
જાગૃત નાગરિક: ભણવા ન આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે
સ્કૂલ સત્તાધીશ: એ તો હવે ગામ઼ડાના છોકરાવ હોય મુલે જવામાં વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય

આ પણ વાંચો: Land Scam: લ્યો બોલો! વડોદરાના શિક્ષકની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી

જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો

નોંધધનીય છે કે, ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે.જે.કાલરીયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી. નોંધનીય છે કે, ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. તપાસ કરતા સામે આવ્યું કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. આ પ્રકારની માધ્યમિક સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. આ મામલે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

આ પણ વાંચો:Amreli જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Tags :
Advertisement

.

×