Rajkot : આખરે... પી. ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલયા
- રાજકોટ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાનો મામલો
- ધમકી આપનાર ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાની ધરપકડ કરાઈ
- પી. ટી.જાડેજાની તાલુકા પોલીસ સ્ટેશને પાસા હેઠળ ધરપકડ કરી
Rajkot : અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાની અત્યંત ચકચારી ઘટનામાં આખરે પી. ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પી. ટી. જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પી. ટી. જાડેજાની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પી. ટી. જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન હોવાથી મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો અને અગ્રણીઓ તાલુકા પોલીસ સ્ટેશન એકઠા થઈ ગયા છે.
2 દિવસથી વાતાવરણ ડહોળાયું હતું
રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવાનો મામલો 2 દિવસથી ચર્ચામાં હતો. આ મામલામાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ મંદિરમાં આરતી કરવાની ના પાડી હતી. મંદિરમાં મહા આરતીના આયોજન બાબતે લગાવાયેલું બોર્ડ પણ પી.ટી. જાડેજાએ કાઢી નાખ્યું હતું. પી. ટી. જાડેજાએ મંદિરમાં આરતી કરતા નહીં નહિતર લોહિયાળ ક્રાંતિ થશે તેમ કહ્યું હતું. આ ઘટના બાદ રાજકોટના જસ્મિન મકવાણા નામના કારખાનેદારે આ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
P.T. Jadeja Controversy : Rajkot માં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ । Gujarat First@SP_RajkotRural #Rajkotpolice #ptjadeja #kshtriyasamaj #kshatriya #kshatriyasamaj #gujaratfirst pic.twitter.com/XnzU2Rf3sB
— Gujarat First (@GujaratFirst) July 5, 2025
આ પણ વાંચોઃ Gujarat Rain : આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ...
આખરે...પાસા હેઠળ થઈ ધરપકડ
રાજકોટના જસ્મિન મકવાણાએ ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પાસા અંતર્ગત ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે પી. ટી. જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનને મજબૂત કરનાર પી.ટી. જાડેજાની ધરપકડથી ચકચાર મચી ગઈ છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો અને અગ્રણીઓ તાલુકા પોલીસ સ્ટેશન એકઠા થઈ ગયા છે.પી.ટી. જાડેજાના પુત્ર અક્ષિત જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજ માટે અમે જે કામ કરીએ છીએ તેના બદલ કિન્નાખોરી રાખીને મારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. અમને માત્ર પુછપરછ માટે બોલાવ્યા હતા ત્યારબાદ મારા પિતાની પાસા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 5 જુલાઈ 2025 ના દિવસે ગુજરાતમાં બનશે કઈ મોટી ઘટનાઓ?


