Rajkot : જેતપુર ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ, પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન
- Rajkot નાં જેતપુરમાં મતદાન દરમિયાન ગોલમાલ થયાનાં ગંભીર આક્ષેપ
- અપક્ષ ઉમેદવાર રીના દવે અને પોલિંગ એજન્ટે કર્યો આરોપ
- જેતપુર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન
- ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારનાં પિતાનું અવસાન
રાજકોટ જિલ્લામાં (Rajkot) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે, જેતપુરમાં (Jetpur ) મતદાન દરમિયાન ચૂંટણીમાં ગોલમાલનો આરોપ અપક્ષ ઉમેદવાર અને પોલિંગ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા છે. સાથે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ જેતપુર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મોટું નિવેદન આપીને જેતપુરમાં ભાજપનું (BJP) જ શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જેતપુરમાં મતદાન દરમિયાન ગોલમાલનો અપક્ષ ઉમેદવારનો આરોપ
રાજકોટ જિલ્લામાં Rajkot) જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાલ ચાલુ છે. વોટિંગ દરમિયાન મતદાન બુથમાં ગોલમાલ થયાનો ગંભીર આરોપ અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલિવર પોલિંગ એજન્ટ દ્વારા કરવાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષનાં ઉમેદવાર હાર ભાળી જવાની દહેશતથી મતદારોને કહીને ગોલમાલ કરતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. અંગે તેમણે પોલીસ અને જવાબદાર તંત્રને રજૂઆત પણ કરી છે. અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે એ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે થાય તેવી માંગ કરી છે. જો કે, મતદાન મથક પર મામલો બિચકે એ પહેલા જ પોલીસે લોકોનાં ટોળા વિખેર્યા છે. જો કે, પોલીસે મતદારોને પણ ધક્કા મારીને બહાર કાઢ્યા હોવાનો આરોપ પણ થયો છે.
જેતપુરમાં BJP નું જ શાસન આવશે તેવો વિશ્વાસ : સુરેશ સખરેલિયા
બીજી તરફ જયેશ રાદડિયાના (Jayesh Radadiya) અંગત અને જેતપુર વોર્ડ નં 10 માં નગરપાલિકાનાં (Jetpur Election) પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મતદાન કર્યું હતું. દરમિયાન, તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ ઘરની વાત, આગળ પછી કાર્યવાહી કરીશું. પ્રશાંત કોરાટ સાથે હજું સુધી કોઈ સમાધાન કર્યું નથી. આ સાથે તેમણે જેતપુર નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે, જેતપુર પાલિકામાં ભાજપના 42 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
આ પણ વાંચો -Kheda માં હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું માંમેરૂ ભર્યું, કોમી એકતાનું જોવા મળ્યું શ્રેષ્ઠ ઉદાહરણ
ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના પિતાનું અવસાન
ધોરાજી (Dhoraji) નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન દરમિયાન ઉમેદવારનાં પિતાનું અવસાન થયું છે. વોર્ડ નં. 8 નાં AAP નાં ઉમેદવાર અજય કંડોરિયાનાં પિતાનું નિધન થયું છે. માહિતી અનુસાર, મતદાન મથક પર હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, તબીબે અજય કંડોરિયાનાં પિતાને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા છે.
આ પણ વાંચો - Gujarat Local Elections : મનપાની પેટાચૂંટણીમાં મતદારોમાં નિરસતા, વિવિધ પક્ષો દોડતા થયા