Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર, Gujarat First ને હાથ લાગ્યા CCTV ફૂટેજ

Rajkot: રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ફર્સ્ટને હાથે હુમલાના CCTV ફૂટેજ લાગ્યા છે.
rajkot  જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર  gujarat first ને હાથ લાગ્યા cctv ફૂટેજ
Advertisement
  1. જમણવાર દરમિયાન જ બંને વચ્ચે થઈ હતી બોલાચાલી
  2. જમણવાર બાદ પાર્કિંગમાં બંને વચ્ચે થઈ ગયો ઝઘડો
  3. CCTV ફૂટેજમાં PI સંજય પાદરિયા એકલા જતા દેખાયા
  4. જયંતિ સરધારા કારમાંથી ઉતરીને કરી રહ્યા હતા બોલાચાલી

Rajkot: રાજકોટમાં ગઈ કાલે જે હુમલાની ઘટના બની જેમાં પાટીદાર અગ્રણી જયંતિ સરધારા ધાયલ થયા હતા. જેમાં પીઆઈ સંજય પાદરિયા સામે ફરિયાદ પણ નોંધાઈ છે. નોંધનીય છે કે, રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ફર્સ્ટને હાથે હુમલાના CCTV ફૂટેજ લાગ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, જમણવાર દરમિયાન જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જમણવાર બાદ પાર્કિંગમાં બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો કરના PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ

Advertisement

જમણવાર દરમિયાન જ બંને વચ્ચે થઈ હતી બોલાચાલી

આ ઘટનામાં અત્યારે CCTV ફૂટેજ સામે આવ્યાં છે. CCTV ફૂટેજમાં PI સંજય પાદરિયા એકલા જતા દેખાઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ CCTVમાં દેખાયું કે PI સંજય પાદરિયાના હાથમાં કોઈ હથિયાર નથી.જયંતિ સરધારા (Jayanti Sardhara)કારમાંથી ઉતરીને બોલાચાલી કરી રહ્યા હતા તેવું CCTV ફૂટેજમાં જોવા મળ્યું છે. જો કે, જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેથી PI સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સામે ગંભીર આક્ષેપ

PI સંજય પાદરિયા પર હુમલો કર્યાનો લાગ્યો આરોપ

નોંધનીય છે કે, ગઈ કાલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતિ સરધારા (Jayanti Sardhara) પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sanjay Padariya)એ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતિ સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો.

આ પણ વાંચો: Rajkot: ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત; 4 સગા દેરાણી જેઠાણીના મોત, 18 ઘાયલ

Tags :
Advertisement

.

×