Rajkot: ગોંડલનો ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાના વકીલે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા
- Rajkot ગોંડલનો ચકચારી અમિત ખૂંટ આપઘાત પ્રકરણ કેસ
- સગીરાના વકીલ ભુમિકા પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ
- ગોંડલમાં પોલીસ રાજ ચાલતુ હોવાનો લગાવ્યા આક્ષેપો
Rajkot ગોંડલનો ચકચારી અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં સગીરાના વકીલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે. સગીરાના વકીલ ભૂમિકા પટેલે પોલીસ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. વકીલે આક્ષેપ લગાવતા જણાવ્યું કે ગોંડલામાં પોલીસ રાજ ચાલે છે, એવા આક્ષેપ કરતા કેસની ફરિયાદને લઇને પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા.
Rajkot ગોંડલનો ચકચારી અમિત ખૂંટ આપઘાત પ્રકરણ કેસ
નોંધનીય છે કે અમિત ખૂંટ આપઘાત મામલે સગીરાના વકીલ ભુમિકા પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે ગોંડલમાં પોલીસ રાજ ચાલે છે, આ ઉપરાંત ફરિયાદને લઇને પણ પોલીસ સામે અનેક સવાલો કર્યા હતા. આ મહત્વનો અને સેંસેટીવ મુદ્દો હોવા છંતા પણ વિવાદિત છબી ધરાવતા પીઆઇને તપાસ સોંપવામાં આવી છે. અમિત ખૂંટની સ્યુસાઇડ નોટ
વાયરલ થયા છંતા પણ ફરિયાદ કેમ કરવામાં આવી નથી? વકીલે વધુમાં જણાવ્યું હતું કે કિર્તિ પટેલ,જાનકી,રાહુલ સહિતના લોકોએ સગીરાની ઓળખ છતી કરી છે તે છંતા પણ તેમની સામે ફરિયાદ કેમ કરવામાં આવી નથી? રાજકુમાર જાટ મામલે પણ કેમ તપાસ થતી નથી, આ ઉપરાંત પોલીસ એક ને જ ટાર્ગેટ કરે છે.
નોંધનીય છે કે સગીરાના વકીલે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, તપાસ પણ કોન્ટ્રાવર્સી ધરાવતા PIને સોંપાઈ છે, જેના લીધે તપાસ કેવી થશે ? તેવા અનેક પ્રશ્નો પોલીસ સામે હાલ ઉભા થયા છે
આ પણ વાંચો: Botad : શહેર ભાજપના પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા ચકચાર, નોંધાઈ ફરિયાદ