Rajkot મનપાની જનરલ બોર્ડની બેઠકમાં જામ્યું શાબ્દિક યુદ્ધ, જુઓ આ Video
- રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા વિરોધનો વંટોળ
- જનરલ બોર્ડ પહેલા ચેકિંગને લઈને કોંગ્રેસ કોર્પોરેટર મેદાને
- કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા દ્વારા આરોગ્ય મુદ્દે હોબાળો
Rajkot: રાજકોટ મનપાની સામાન્ય સભા ફરી એકવાર હંગામેદાર બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ (Rajkot) મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર (Jaimin Thakar) અને વિપક્ષના નેતા વશરામ સાગઠિયા ( Washram Sagathia) વચ્ચે સામાન્ય સભામાં વાક્ યુદ્ધ છેડાઈ ગયું હતું. મહત્વની વાત એ છે કે, સામાન્ય સભામાં પ્રવેશ સમયે જ ચેકિંગને લઈને વશરામ સાગઠિયાએ ભારે રકઝક કરી હતી અને ત્યારબાદ જેવી સામાન્ય સભા શરૂ થઈ કે તરત જ વશરામ સાગઠિયાએ રોગચાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રોગચાળાના આંકડા રજુ કરીને વશરામ સાગઠિયાએ સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ
વશરામ સાગઠિયા દ્વારા રોગચાળાનો મુદ્દો ઉઠાવતા હોબાળો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ (Rajkot) મનપાના આરોગ્ય વિભાગના સબ સલામતના દાવાને વશરામ સાગઠિયાએ પોકળ ગણાવ્યા હતા. આ સાથે સાથે ચર્ચા દરમિયાન જ વશરામ સાગઠિયા અને જયમીન ઠાકર સામસામે આવી ગયા હતા. વશરામ સાગઠિયાના વિરોધને જોતા જયમીન ઠાકરે કહ્યું હતું કે, ‘આ કોઈ ફિલ્મનું શુટિંગ નથી ચાલી રહ્યું, અહીંયા રાજકોટના વિકાસની વાતો થઈ રહી છે.’ જયમીન ઠાકરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વશરામ સાગઠિયા મીડિયાની હાજરીમાં માત્ર ફોટા પડાવવા જ આવે છે.
આ પણ વાંચો: Jetpur: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત
વશરામ સાગઠીયા અને જયમીન ઠાકર વચ્ચે વાકયુદ્ધ
નોંધનીય છે કે, રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવીને વાકયુદ્ધે ચઢ્યા હતા. ખાસ કરીને વશરામ સાગઠીયા અને જયમીન ઠાકર વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું હતું. એટલું જ નહીં પરંતુ જનરલ બોર્ડની સામાન્ય સભા પહેલા ચેકિંગને લઈને કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ ચકાસણીને લઈ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘શું હું આતંકવાદી છું?’ ત્યાર બાદ સામાન્ય સભામાં વશરામ સાગઠીયાએ ડેન્ગ્યુના કહેરને લઈ આરોગ્ય મુદ્દે પણ હોબાળો કર્યો હતો. જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે વાક્ યુદ્ધ કરતા જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો: Gondal Marketing Yard જણસીની આવકથી ઉભરાયું, ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક


