Rajkot : કોણે કોના પર કર્યો હતો હુમલો? સોશિયલ મીડિયા પર PI સંજય પાદરિયાને સમર્થન
- જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયાને લઈ મોટા સમાચાર
- સોશિયલ મીડિયામાં સંજય પાદરિયાને મળી રહ્યું છે સમર્થન
- પોલીસ ફરિયાદને લઈને લોકોએ ઉઠાવ્યાં સવાલ
Rajkot: પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા (Jayanti Sardhara) પર હુમલો કરવા મામલે પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya) સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ અત્યારે આ ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ વિવાદ અત્યારે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, જ્યંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya)ના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં હતાં. જોકે, આ સીસીટીવીને લઈને અત્યારે અનેક પ્રકારની ચર્યાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: નવા CCTV ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ!
સીસીટીવીને લઈને અત્યારે અનેક પ્રકારની ચર્યાઓ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સોશિયલ મીડિયામાં એકબાદ એક પોસ્ટ પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya)ના સમર્થનમાં સામે આવી રહી છે. લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સંજય પાદરિયાને સમર્થ આપી રહ્યાં છે. લોકો એવું કહીં રહ્યાં છે કે, સીસીટીવીમાં એવું જણાય છે કે, સંજય પાદરિયાએ જ્યંતિ સરધારા પર નહીં પરંતુ જ્યંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ PI સંજય પાદરિયાને સમર્થન કરતી પોસ્ટ બાદ હવે પોલીસ ફરિયાદને લઈ પણ અનેક સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા
કોણે કોના પર હુમલો કર્યો? તે એક મોટો સવાલ
CCTV માં ફરિયાદી પોતે જ દોષિત હોવાનું જોવા મળ્યાની અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહીં છે. આ સાથે PI પાદરિયા સામે કિન્નાખોરી રાખી હત્યા કોશિશની કલમ ઉમેરવામાં આવી તેને લોકો નિંદનીય ગણાવી રહ્યાં છે. પાદરિયા અને સરધારાના વિવાદ વચ્ચેની મારામારીનો અનેક લોકો પાછલા બારણે લાભ લેતા હોવાનું પણ પાટીદાર સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, આ મામલે હજી વધારે તપાસ થવી જોઈએ, કારણે અત્યારે પાટીદાર સમાજમાં આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: BZ GROUP Scam : વિવિધ ઓફસમાંથી રૂ.16.38 લાખ રોકડ મળી : ADGP


