Rajkot: જામકંડોરણામાં નર્સિંગની વિદ્યાર્થીની મામલો પોલીસ તપાસ શરૂ, ફોન FSLમાં મોકલાયો
- રાજકોટના જામકંડોરણામાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
- નર્સિગના બીજા વર્ષમાં વિદ્યાર્થિની કરી હતી અભ્યાસ
- છાત્રાના આપઘાત મામલે પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટનાં જામકંડોરણાનાં લેઉવા પટેલ છાત્રાલયમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બે દિવસ પહેલા યુવતીએ અગમ્ય કારણોસર હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ફોનને FSL માં મોકલવામાં આવ્યો
ઉપલેટાની મોટી પાનેલી નાના ઘરે રહેતી અને નર્સિંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. નર્સિંગની છાત્રા સલોની રાજેશભાઈ મકવાણાએ બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો. છાત્રાનાં આપઘાત મામલે ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. આ છાત્રાલય જેતપુર જામકંડોરણાનાં ધારાસભ્ય જયેશ રાદડિયાની છે. છાત્રાનાં આપઘાત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot ના જામકંડોરણામાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત | Gujarat First
લેઉવા પટેલ છાત્રાલયની નિર્સિગ છાત્રાએ જીવ ટુંકાવ્યો
19 વર્ષની યુવતીએ કોલેજથી રૂમ પર આવી જીવ ટુંકાવ્યો
નર્સિગના બીજા વર્ષમાં વિદ્યાર્થિની કરી હતી અભ્યાસ
વિદ્યાર્થિનીનો ફોન એફએસએલમાં મોકલાયો
છાત્રાના આપઘાત મામલે… pic.twitter.com/0MAXhO8BPa— Gujarat First (@GujaratFirst) March 26, 2025
આ પણ વાંચોઃ Rajkot : ITI નાં વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો, કેસમાં નવો વળાંક!
પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની દ્વારા કોઈ સ્યુસાઈડ નોટ લખવામાં આવી નથી. તેમજ ફોનને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીનીને છાત્રાલયમાં કોઈ તકલીફ હોય તેવું પૂછપરછમાં સામે આવ્યું નથી. વિદ્યાર્થીની દ્વારા છેલ્લો ફોન તેની માતાને કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલતો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Dwarka : દ્વારકાધીશ માટે કરાયેલા નિવેદન સામે રોષ, રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ આપી આકરી પ્રતિક્રિયા
મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
તેમજ છાત્રાલયમાં રહેતા જીતુભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેમજ તે તેના નાનાના ઘરે રહીને મોટી થઈ છે. તેમજ તેનાં પિતા લાલપુરનાં ખડબા ગામે રહે છે. આ ઘટનાની જાણ સલોનીની રૂમમાં રહેતી બે વિદ્યાર્થીનીઓને થતા તેઓ દ્વારા આ સમગ્ર મામલે સૌ પ્રથમ હોસ્ટેલમાં જાણકરી હતી. જે બાદ હોસ્ટેલ દ્વારા આ સમગ્ર મામલે સલોનીનાં પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચોઃ Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન


