જેની ખુદની ગેરન્ટી નથી તે ગેરન્ટી આપવા નિકળ્યા છે, અમારા આગેવાનો જ અમારી ગેરન્ટી : જયેશ રાદડીયા
પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર તેના ગેરન્ટી કાર્ડને લઈને આકરા પ્રહારો કર્યાં છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ આપનારાઓની કોણ આપશે તેવા પ્રહારો કર્યાં હતા.વાયદાઓ પુરા કર્યાં છેતેમણે કહ્યું કે, AAPવાળા ગેરન્ટી લઈને નિકળા છે પણ AAPની ગેરન્ટી કોણ આપશે. આજકાલના ગેરન્ટી લઈને નીકળી પડ્યા છે અમારા આગેવાનો જ અમારી ગેàª
Advertisement
પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર તેના ગેરન્ટી કાર્ડને લઈને આકરા પ્રહારો કર્યાં છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ આપનારાઓની કોણ આપશે તેવા પ્રહારો કર્યાં હતા.
વાયદાઓ પુરા કર્યાં છે
તેમણે કહ્યું કે, AAPવાળા ગેરન્ટી લઈને નિકળા છે પણ AAPની ગેરન્ટી કોણ આપશે. આજકાલના ગેરન્ટી લઈને નીકળી પડ્યા છે અમારા આગેવાનો જ અમારી ગેરન્ટી છે. મેં જે વાયદાઓ કર્યા એ ચૂંટણી બાદ પુરા કર્યા છે અને એ મારી ગેરન્ટી છે.
આમારા આગેવાન જ અમારી ગેરન્ટી
તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીવાળી ટોળકી નિકળી તે પોતાની ગેરન્ટી આપવા આવ્યા છે? અમારા ગામડાઓની અંદર ગેરન્ટી આપવા નિકળી પડ્યા છે તેની ગેરંટી ક્યાં લેવા જાશો તમે? આવા લોકો લલચામણી લોભામણી જાહેરાત લઈને આવે, ગેરંટી કાર્ડ લઈને આવે. AAPનું ગેરન્ટી કાર્ડ આપે છે, તેને પુછો તું કોણ છે ? કાલે સવારે ચાલ્યા જશો તારી ગેરંટી કોની પાસે લેવી? અને અમારા આગેવાનો ગેરંટીવાળા આગેવાનો છે. વચન આપે છે તે પુરૂ કરે છે. મેં જે વાયદાઓ કર્યા એ ચૂંટણી બાદ પુરા કર્યા છે અને એ મારી ગેરન્ટી છે.
સત્તામાં નથી ખંડણીના ફોન કરે, સત્તામાં આવે તો શું થાય?
તેમણે કહ્યું કે, AAPમાં એવી ટોળી ભેગી થઈ છે, અત્યાર સુધીની રાજનીતિની અંદર ભાજપ હોય, કોંગ્રેસે હોય કોઈ આગેવાને ક્યારેય ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર જેતપુર તાલુકામાં ખંડણી માટે ફોન નથી કર્યો. AAPવાળા પહેલીવાર નિકળ્યા અને એવી લુખ્ખાશાહી કરે, કારખાના વાળાને ફોન કરે 10 લાખ મોકલજે. જો સત્તામાં નથીને ખંડણીના ફોન ઉદ્યોગોમાં થતાં હોય, આવા લોકો ચૂંટાય તો આપણી સુરક્ષાનું શું?


