Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkumar Jat case: હવે થશે દૂધનું દૂધ, પાણીનું પાણી!, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ

Rajkumar Jat case માં FSL ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે. પૂછપરછ અને નાર્કો ડેટાના આધારે તપાસકર્તાઓ અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આ રિપોર્ટ 15મી ડિસેમ્બરે હાઈકૉર્ટમાં સબમિટ કરાશે, જે હત્યા કે અકસ્માતનો પર્દાફાશ કરશે. બીજી તરફ, મૃતકના પિતાના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરાઈ છે. નાર્કો ટેસ્ટ થયા બાદ હવે મોટા ખુલાસા થઈ શકે છે.
rajkumar jat case  હવે થશે દૂધનું દૂધ  પાણીનું પાણી   ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ
Advertisement
  • Rajkumar Jat case માં હવે થશે દૂધનું દૂધ, પાણીનું પાણી!
  • ગણેશ ગોંડલનો FSL ખાતે કરાયો નાર્કો ટેસ્ટ
  • ગણેશ ગોંડલની પૂછપરછમાંથી મળેલી કડી બનશે નિર્ણાયક
  • એક બે દિવસમાં અંતિમ તપાસ રિપોર્ટ તૈયાર કરાશે
  • 15મી ડિસેમ્બરે હાઈકૉર્ટમાં તપાસ રિપોર્ટ સબમિટ કરાશે
  • નાર્કો ટેસ્ટ એક સાઈન્ટિફિક તપાસની પદ્ધતિ
  • નાર્કો ટેસ્ટ થકી મળેલી માહિતીથી બાકીની કડી જોડાય છે
  • રાજકુમાર જાટના પિતાના નાર્કો ટેસ્ટની પણ થઈ છે માગ

Rajkumar Jat case:રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ (Ganesh Gondal) નો FSL ખાતે નાર્કો ટેસ્ટ કરાયો છે. ગણેશ ગોંડલની પૂછપરછમાંથી મળેલી માહિતી નિર્ણાયક સાબિત થશે. 15મી ડિસેમ્બરે હાઈકૉર્ટમાં તપાસ રિપોર્ટ સબમિટ કરાશે. બીજી તરફ રાજકુમાર જાટના પિતાના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી છે.

અંતિમ રિપોર્ટની તૈયારીઓ પૂરજોશમાં

ગાંધીનગરમાં FSL ખાતે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તપાસકર્તાઓ તમામ ડેટા, પૂછપરછના નિવેદનો અને નાર્કો ટેસ્ટમાંથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી એકથી બે દિવસમાં આ કેસનો અંતિમ તપાસ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવશે. આ રિપોર્ટ કાયદાકીય માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. આ કેસની ગંભીરતાને જોતા, તૈયાર કરાયેલો આ સંપૂર્ણ તપાસ રિપોર્ટ 15મી ડિસેમ્બરના રોજ હાઈકૉર્ટ સમક્ષ સબમિટ કરવામાં આવશે. બીજી તરફ આ કેસમાં મૃતક રાજકુમાર જાટના પિતાના નાર્કો ટેસ્ટની પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ બાદ  રાજકુમાર જાટની હત્યા થઈ કે અકસ્માત થયો હતો તેનો પર્દાફાશ થશે.

Advertisement

Narco Test શું છે?

નાર્કો ટેસ્ટ એ ગુનાહિત તપાસ માટેની એક અત્યંત સંવેદનશીલ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આરોપી કે સંદિગ્ધ વ્યક્તિને સોડિયમ પેન્ટોથીલ (Sodium Pentothal) જેવી દવા ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ દવાને કારણે વ્યક્તિની જાગૃતિનું સ્તર ઘટી જાય છે અને તે "ટ્રાન્સ સ્ટેટ" અથવા અર્ધ-બેભાનની સ્થિતિમાં આવી જાય છે. જ્યારે વ્યક્તિ આ સ્થિતિમાં હોય છે, ત્યારે તેના મનમાં વિચારવાની, તર્ક કરવાની કે ખોટું બોલવાની ક્ષમતા ઘટી જાય છે. આના પરિણામે, વ્યક્તિ સામાન્ય રીતે જાણે-અજાણે સાચી માહિતી આપી દે છે.

Advertisement

આ પણ વાંચોઃ Kheda: શિક્ષણ વિભાગમાં કૌભાંડની આશંકા!, 37 બરતરફ શિક્ષકોને ગુપ્ત રીતે ફરી નોકરીએ લીધાના આક્ષેપ, જાણો

Tags :
Advertisement

.

×