ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રમશે ગુજરાત જીતશે ગુજરાત; Khel Mahakumbh 3.0 ની તારીખો થઈ ગઈ જાહેર, વાંચો આ અહેવાલ

Khel Mahakumbh 3.0: ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો , 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન
06:17 PM Dec 03, 2024 IST | VIMAL PRAJAPATI
Khel Mahakumbh 3.0: ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો , 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન
Khel Mahakumbh 3.0
  1. સ્પે. ખેલ મહાકુંભ 3.0માં 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન
  2. 25 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે
  3. શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ 3.0નું આયોજન

Khel Mahakumbh 3.0: રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ -2010માં શરૂ કરેલ ખેલ મહાકુંભ 3.0 તારીખ 05 ડિસેમ્બરથી 31 માર્ચ 2025ના રોજ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો , 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવનાર છે.

તારીખ 05 ડિસેમ્બરથી 31 માર્ચ 2025ના રોજ યોજાશે ખેલ મહાકુંભ

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ – 2010 માં 16 રમતોથી શરૂ થયેલો ખેલ મહાકુંભ વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ખેલ મહાકુંભ 7 વિભન્ન વયજુથ ધરાવતા ગ્રુપોમાં યોજવામાં આવશે

મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન, ખેલ મહાકુંભ 3.0માં કરવામાં આવેલ નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ જેવી નવી બાબતોનો આ વર્ષે ખેલ મહાકુંભમાં આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 તારીખ 05 ડિસેમ્બર 2024 થી 31 માર્ચ 2025 સુધી યોજવામાં આવશે. આ ખેલ મહાકુંભ 7 વિભન્ન વયજુથ ધરાવતા ગ્રુપોમાં યોજવામાં આવશે. જેમાં અંડર-9, 11, 14, 17, ઓપન કેટેગરી, 40 વર્ષથી વધુ તેમજ 60 વર્ષથી વધુ વયજુથ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે.

આ પણ વાંચો: Bhavnagar : વ્હેલ માછલીની 'ઊલટી' ની તસ્કરી મામલે વધુ 3 ઝડપાયા, કુલ 5 ની ધરપકડ

આ તારીખે કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલનું આયોજન

ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તારીખ 05 ડિસેમ્બર 2024 થી 31 માર્ચ 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ 04 અથવા 05 જાન્યુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવશે. શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની રમતોમા એથલેટીક્સ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનો આયોજન તારીખ 01 થી 03 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે, તાલુકાકક્ષાએ 07 રમતો એથ્લેટીક્સ, ચેસ, યોગાસન, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન તારીખ 06 થી 12 જાન્યુઆરી 2025ના રોજ યોજવામાં આવશે.

જિલ્લા કક્ષાએ આર્ચરી, આર્ટીસ્ટીક સ્કેટીંગ, એથ્લેટીક્સ, બેડમિન્ટન, ચેસ, જુડો, કરાટે, લોન-ટેનીસ, સ્કેટીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, રગ્બી, શુટીંગબોલ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન તારીખ 15 જાન્યુઆરી 31 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana : જમીન મુદ્દે સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર ગંભીર આરોપ! વાંચો શું છે મામલો ?

આ રમતોને આપવામાં આવ્યું ખેલ મહાકુંભ 3.0માં સ્થાન

ઝોન કક્ષાની રમતોમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 01 થી 13 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. રાજ્યકક્ષાએ રમતોનું આયોજન ૨ ફેઝમાં કરવામાં આવશે. જેમાં ફેઝ -1- 15 થી 24 ફેબ્રુઆરી 2025 અને ફેઝ-2- 15 માર્ચથી 31 માર્ચ 2025 સુધી ખેલ મહાકુંભ 3.0 નો આયોજન કરવામાં આવશે. જેમાં ફેઝ -1 અને ફેઝ -૨ની રમતોમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોકસીંગ, ચેસ, સાયકલીંગ, ફેન્સીંગ, જીમ્નાસ્ટીક, ઘોડેસવારી, જુડો, કરાટે, લોન ટેનીસ, મલખંભ, શુટીંગ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમ્બીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વુડબોલ, વેઇટ લીફ્ટીંગ, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રોલબોલ, રગ્બી, શુટીંગબોલ, સેપક ટકરાવ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.

સ્પે. ખેલ મહાકુંભ 3.0 માં કોણ ભાગ લઈ શકશે?

આ વર્ષે સ્પે. ખેલ મહાકુંભ 3.0માં (1) શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે, (2) માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે, (3) અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, (4) બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ (5) સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.

ગુજરાતના ખેલાડીઓ અને પેરા ખેલાડીઓને આજે દેશમાં તેમજ વિશ્વ સ્તરે નવી ઓળખ હાસલ કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ.. ખેલ મહાકુંભ 3.0 થકી ગુજરાતના છેવાડા વિસ્તારમાં રહેતો રમતવીર પોતાની રમતમાં આગળ વધી રાજ્યનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કરશે તેમ મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો: Surat : બહાર નીકળતા પહેલા ચેતજો! પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો!

Tags :
Gujarati NewsHarsh Sanghaviharsh sanghavi GujaratKhel Mahakumbh 3.0Khel Mahakumbh 3.0 NewsKhel Mahakumbh NewsKhel Mahakumbh PhotoKhel Mahakumbh SamacharLatest Gujarati NewsRamse Gujarat Jitse GujaratRamse Gujarat Jitse Gujarat 2024
Next Article