Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુષ્કર્મના આરોપી Asaram ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો,સિવિલ કેમ્પસમાં સાધકોના લીધે મચી અફરાતફરી

દુષ્કર્મના આરોપી આસારામ (Asaram)ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે,પોલીસ આસારામને લઇને સિવિલ ટ્રોમા સેન્ટર પહોંચી હતી.
દુષ્કર્મના આરોપી asaram ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો સિવિલ કેમ્પસમાં સાધકોના લીધે મચી અફરાતફરી
Advertisement
  • દુષ્કર્મના આરોપી Asaram ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો
  • Asaram ને નિયમિત ચેકઅપ માટે  સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો
  • Asaram ની હેલ્થ ચેકઅપ 4 કલાક ચાલી હતી 

દુષ્કર્મના આરોપી આસારામ (Asaram)ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે,પોલીસ આસારામને લઇને સિવિલ ટ્રોમા સેન્ટર પહોંચી હતી. આસારામને નિયમિત ચેકઅપ માટે લવાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આસારામના નિયમિત ચેકએપને લઇને સિવિલના અનેક દર્દીઓ અટવાયા હતા.

દુષ્કર્મના આરોપી Asaram ને હેલ્થ ચેક માટે લવાયો

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ આસારામને નિયમિત ચેકએપ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, અને ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો. આસારામના લીધે સિવિલ હોસ્પિટલના દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આસારામના સાધકોને લઇને કેમ્પસમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. આસારામને ચેકએપ બાદ સિવિલ હોસ્પિટલના પાછળના ગેટથી બહાર લઇ જવામાં આવ્યો હતો. તેને પર્સનલ સિક્યુરિટી સાથે બહાર લઇ જવામાં આવ્યો હતો.

Advertisement

દુષ્કર્મના આરોપી Asaram અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે આપ્યું નિવેદન

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આસારામને 10.30 કલાકે સિવિલ હોસ્પિટટલમાં લાવવામાં આવ્યો હતો, જોધપુર જેલના લેટરના આધારે તેની હેલ્થ તપાસ કરવામાં આવી હતી, જેલ પ્રશાસનની સૂચનાથી ખાસ ડોકટરની ટીમ બનાવવામાં આવી હતી, આસારામની તપાસ 4 કલાક ચાલી હતી.

Advertisement

નોંધનીય છે કે જોધપુર અને સુરતના દુષ્કર્મ કેસમાં આસારામન આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટે આસારામના વચગાળાના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા.

Asarams health check

આ પણ વાંચો:   Vadodara : હરણી બોટકાંડના આરોપીનો રાજસ્થાન પ્રવાસ શંકાના દાયારામાં, શરતભંગનો આરોપ

Tags :
Advertisement

.

×