ભરુચ જિલ્લાના ગામમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ, નરાધમની ધરપકડ
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ માતા-પિતા વિનાની સગીરાને ગામના નરાધમે દુષ્કર્મ કરતા 3 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો.. સગીરાનો ભાઈતેની સાથે રહેવા સુરત લઈ જતા પેટમાં દુઃખાવો ઉપાડતા ડોક્ટરની તપાસમાં ત્રણ મહિનાનો ગર્ભનો ભાંડો ફૂટ્યો.. પોલીસે ફરિયાદ દાખલ કરી નરાધમની ધરપકડ કરી.....
Advertisement
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ
- માતા-પિતા વિનાની સગીરાને ગામના નરાધમે દુષ્કર્મ કરતા 3 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો..
- સગીરાનો ભાઈતેની સાથે રહેવા સુરત લઈ જતા પેટમાં દુઃખાવો ઉપાડતા ડોક્ટરની તપાસમાં ત્રણ મહિનાનો ગર્ભનો ભાંડો ફૂટ્યો..
- પોલીસે ફરિયાદ દાખલ કરી નરાધમની ધરપકડ કરી..
ભરૂચ (Bharuch )જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માતા-પિતા વિનાની સગીરા પોતાના મોટા બાપુના ઘરે રહેવા આવી હતી ત્યારે ગામના જ નરાધમે સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કર્યું હતું. જેથી સગીરા ગર્ભવતી (pregnant)બની હોવાનો ભાંડો ફૂ્ટયો હતો. પોલીસે નરાધમ સામે બળાત્કાર, પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ નરાધમને દબોચી લીધો હતો.
ત્રણ મહિનાનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટ્યો
જંબુસર તાલુકાના એક ગામમાં નાનપણમાં માતા-પિતાનું અવસાન થયું હોય અને તેમના બે સંતાનમાં એક દીકરી અને દીકરો હતા. સગીરાનો ભાઈ લગ્ન બાદ સુરત રહેતો હતો અને તેની સગીર બહેન ભોગ બનનાર તેના મોટા બાપુના ઘરે રહેતી હતી. ભાઈ બહેનને તેની સાથે રહેવા સુરત લઈ ગયો હતો અને તે દરમિયાન સગીરાએ ખાવા પીવાનું છોડી દીધું હતું અને તેને પેટમાં દુઃખાવો ઉપાડતો હોય તેવી વેદના સગીરાએ પોતાના ભાઈને કરી હતી જેના કારણે ભાઈ તાત્કાલિક તેની બહેનને લઈ નજીકના હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. સગીરાના વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવતા તેના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું તબીબોએ સગીરાના ભાઈને જણાવતા ભાઈના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. સગીર બહેનના પેટમાં ગર્ભ કોનો છે તે અંગે તપાસ કરવા સાથે તેણીની સગીર વયની બહેનની કડક પૂછપરછ કરી હતી
બળજબરીપૂર્વક દુષ્કર્મ
સગીરાના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા સગીરાના ભાઈએ કડક પૂછપરછ કરતા તેણીએ કહ્યું હતું કે હું મોટા બાપુના ઘરે રહેવા ગઈ હતી અને તે દરમિયાન ગામના જ દિનેશ વેણી રાઠોડના સંપર્કમાં આવી હતી તે દરમિયાન દિનેશ રાઠોડ તેણીને વારંવાર ખુલ્લા ખેતરોમાં તથા અલગ અલગ સ્થળે લઈ જઈ તેણીની ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને તેના થકી જ ગર્ભ રહી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી.

પોલીસે ગુનો નોંધ્યો
સગીરાનો ભાઈ સગીરાને લઈ જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતા સમજી તાત્કાલિક નરાધમ દિનેશ રાઠોડ સામે બળાત્કાર પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરી તેને બાતમીના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હોય અને તેણે ગુનો કબુલ્યો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
સગીરાએ ખાવા પીવાનું છોડતા ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટ્યો..
ફરિયાદી ભાઈ પોતાની સગીર વયની બહેનને તેની સાથે રહેવા માટે તેડી ગયો હતો અને તેની બહેન બે-ત્રણ દિવસથી ખાવાનું અને પાણી પીવાનું છોડી દેતા અને તેણીને પેટમાં દુઃખાવો ઉપાડતો હોવાનું જણાવતા તેણીને હોસ્પિટલ ખાતે લઈ જતા તપાસ દરમિયાન બહેનના પેટમાં ગર્ભ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના પગલે ભાઈએ તાત્કાલિક જંબુસર કાવી પોલીસ મથકે દોડી આવી બહેનને ગર્ભવતી બનાવનાર નરાધમ દિનેશ વેણી રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી
સગીરાને માસિક ન આવતું હોવાનું કહેતા નરાધમે મારી નાખવાની ધમકી આપી
છેલ્લા બે-ત્રણ મહિનાથી સગીરાને માસિક આવતું ન હોય જેથી સગીરાએ નરાધમ દિનેશ રાઠોડને શરીર સંબંધ નહીં બાંધવા બાબતે કહેતા દિનેશ રાઠોડએ સગીરાને ધમકી આપી હતી કે જો તું આ બાબતે કોઈને કંઈ પણ હકીકત જણાવશે તો તને જાનથી મારી નાખીશ જેના પગલે સગીરાએ પોતાનું મોઢું બંધ રાખ્યું હતું પરંતુ હોસ્પિટલમાં તપાસ કરાવતા તેના પેટમાં ગર્ભ હોવાનું સામે આવતા આખરે તેણીએ સંપૂર્ણ હકીકત પોતાના ભાઈને કહી હતી અને ભાઈએ બહેનને હિંમત આપી ફરિયાદ નોંધ આવી હતી
નરાધમ ભાગે તે પહેલા જ પોલીસે કોર્ડન કરી પકડ્યો...
ફરિયાદ દાખલ થતા નરાધમ દિનેશ રાઠોડ ગામ છોડવાનો પ્રયાસ કરી ગામથી રોજાટંકારીયા ખાતે મોઢું સંતાડી ઇકો ગાડીમાં બેસી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન તેની ગાડી રોકી તેમાં બેસેલા મોઢું સંતાડીને બેસેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ દિનેશ રાઠોડ જણાવ્યું હતું અને કડક પૂછપરછ કરતા તેણે સગીરા ઉપર બળાત્કાર કર્યો હોય તેવી કબુલાત કરતા પોલીસે તાત્કાલિક તેની સ્થળ પરથી ધરપકડ કરી પોલીસ મથકે લઈ ગયા હતા.


