Rath Yatra 2025 : હિંમતનગરમાં પ્રથમ વખત, ઇડરમાં 27 મી રથયાત્રા યોજાઈ, ભક્તોની જનમેદની
- અષાઢી બીજે હિંમતનગર અને ઈડરમાં રથયાત્રા નીકળી (Rath Yatra 2025)
- ઈડરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડયાં
- હિંમતનગરમાં હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા પ્રથમ વખત રથયાત્રાનું આયોજન, અનેક ભક્તો જોડાયા
Rath Yatra 2025 : અષાઢી બીજ નિમિત્તે સાબરકાંઠામાં (Sabarkantha) શુક્રવારે હિંમતનગરમાં પ્રથમ વખત જયારે ઈડરમાં (Idar) 27 મી રથયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે સંપન્ન થઈ હતી. હિંમતનગરમાં (Himmatnagar) હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્રનાં નેજા હેઠળ નીકળેલી આ રથયાત્રાએ 9 કિ.મી. વિસ્તારમાં નગરચર્યા કરી હતી, જેનો પ્રારંભ ગંગોત્રી સોસાયટી સ્થિત જગન્નાથ ધામથી કરાયો હતો. જયારે ઈડરમાં પણ પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા શુક્રવારે રામદ્વારા મંદિરથી પ્રસ્થાન કરી ઉત્સવ સમિતિએ નિર્ધારિત કરેલ રૂટ પર નગરચર્યા કરી ભક્તોને દર્શન આપી સાંજે નીજ મંદિરે પરત ફરી હતી.
હિંમતનગરમાં પ્રથમવાર નીકળી રથયાત્રા, 9 કિમી નગરચર્યા કરી પરત ફરી
હિંમતનગરમાં નીકળેલી સૌ પ્રથમ રથયાત્રા શુક્રવારે સવારે 9 વાગ્યે ગંગોત્રી સોસાયટી સ્થિત જગન્નાથ ધામથી (Jagannath Dham) પ્રસ્થાન થઈ હતી. ત્યારબાદ 9 કિ.મી.નાં રૂટ પર નગરચર્યા કરી બપોરે લગભગ 4 વાગે પરત ફરી હતી. આ રથયાત્રામાં વરસાદ ધીમી ધારે પડી રહ્યો હતો, તેમ છતાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાયા હતા અને દર્શનનો લહાવો લીધો હતો. સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત અનેક ભક્તો જોડાયા હતા.
આ પણ વાંચો - Gondal : ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી
ઇડરમાં 27 મી રથયાત્રા નીકળી, MP, MLAs, નેતા, અધિકારીઓ, લોકો જોડાયા
ઈડરમાં (Idar) પણ શુક્રવારે 27 મી રથયાત્રાનો (Rath Yatra 2025) પ્રારંભ રામદ્વાર મંદિર ખાતેથી સવારે 10.30 કલાકે થયો હતો, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ ઉત્સવ સમિતિનાં નેજા હેઠળ શહેરના નગરચર્યા કરાવાઈ હતી. ધારાસભ્ય રમણલાલ વોરાએ (MLA Ramanlal Vor) રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જે પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર સાવીબેન સોની, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ (District BJP President Kanubhai), પી.સી.પટેલ, તા.પં. પ્રમુખ કાંતિભાઈ પટેલ, નટુભાઈ પરમાર કુલદીપસિંહ જાડેજા, અશ્વિનભાઇ પટેલ, જગદીશભાઈ મિસ્ત્રી, કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, જીતુભાઇ પંચાલ સહિત અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. રથયાત્રા બપોરે 11 વાગે પાંચ હાટડીયા રથયાત્રા પહોંચી હતી, જ્યાં અખાડાનાં યુવાનનોએ કરતબ રજૂ કર્યા હતા. 12 વાગે જુમા મસ્જિદે રથયાત્રા પહોંચી હતી, જ્યાં મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. દરમિયાન 12.30 કલાકે સાંસદ શોભનાબેન બારૈયાએ (MP Shobhanaben Baraiya) નગરપાલિકા પાસે આવી રથયાત્રામાં જોડાયા હતા.
આ પણ વાંચો - Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
કચ્છી સમાજવાડી વેપારી મંડળ દ્વારા મામેરું ભરવામાં આવ્યું
નગરપાલિકાથી કુટુંબબાળ કલ્યાણ આગળથી હનુમાનજી મંદિરે આવી ત્યારે ગામડામાંથી આવેલા ભક્ત સમુદાયએ દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. કચ્છી સમાજવાડી વેપારી મંડળ (Kutchhi Samajwadi Vyapaari Mandal) તરફથી ભગવાનનું મામેરુ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ સત્યમ ચોકડી થઈ ઇડર તિરંગા સર્કલથી ઇડર નગરપાલિકા તરફ થઈ પાંચ હાટડીયા થઈ રથયાત્રા (Rath Yatra 2025) સાંજે 7 કલાકે નિજમંદિર પરત આવી હતી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Rath Yatra 2025 : રથયાત્રામાં માનવ મહેરામણ, અખાડા, ઝાંખીઓ, ભજન મંડળીઓ આકર્ષણ બની, જુઓ Videos


