Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન
- પાટણના હાજીપુર પાસેના ગોડાઉનમાં સંતાડ્યું હતુ ચંદન
- આંધ્રની LCB પોલીસે બાતમી આધારે કરી તપાસ
- પાટણ LCB પોલીસને સાથે રાખી શ્રેય ગોડાઉનમાં કરી તપાસ
Patan: આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલ ચંદન આવી ગયું અને કોઈને જાણ પણ ના થઈ? અત્યારે પુષ્પા - 2 ફિલ્મ ધૂમ મચાવી રહીં છે, જેમાં લાલ ચંદનની દાણચોરીની કહાણી વર્ણવાઈ છે. હવે ગુજરાતમાં ચંદન ઘુસાડનાર પુષ્પા કોણ હશે? છેક આંધ્રપ્રદેશની ગુજરાતમાં કરોડનું ચંદન આવી ગયું જેની કોઈને જાણ પણ ના થઈ? આવું કેવી રીતે શક્ય બની શકે? મૂળ વિગતો એવી છે કે, આંધ્રપ્રદેશની પોલીસે પાટણ પોલીસ સાથે મળીને પાટણ ઓપરેશન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ
કરોડોની કિંમતના ચંદનના 150 ટૂકડા જપ્ત કરી લેવામાં આવ્યાં
વિધારે વિગતે વાત કરવામાં આવે તો, આંધ્રપ્રદેશની પોલીસે ગુજરાત પોલીસને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પાટણ પાસે આવેલા હાજીપુરમાં આવેલા એક શ્રેય વિલાના ગોડાઉનના નંબર 70 માં કરોડનું ચંદન છુપાવીને રાખવામાં આવ્યું હતું. પોલીસે અત્યારે કુલ 150 ટુકડાને જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ચંદનને ગેરકાયદેસર રીતે આંધ્રપ્રદેશની ગુજરાતમાં લાલવવામાં આવ્યું હતું. જો કે, અત્યારે પોલીસે ચંદનનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Khyati Scam : આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો સરકારે કર્યો વિરોધ, જાણો શું કહ્યું ?
સ્થાનિક પોલીસને સાથે રાખી આંધ્રપ્રદેશ પોલીસે કરી રેડ
આંધ્રપ્રદેશની પોલીસ આજે સવારે રેડ પાડી હતી. નોંધનીય છે કે, સ્થાનિક પોલીસને હાથે રાખીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પુષ્પા 2 ની સાથે આ ઘટનાને જોડવામાં આવી છે. જેવી રીતે તેમાં પણ ચંદનની દાણચોરી કરવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર બાબતે આંધ્રપ્રદેશ પોલીસે રેડ પાડીને હાજીપુરના ગોડાઉનમાંથી કરોડની કિંમતના 150 ટૂકડા જપ્ત કરી લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Parliament Attack :આજે સંસદ પર આતંકી હુમલાની 23મી વરસી,PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી