ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં રફ્તારનો આતંક : જમાલપુરમાં સગીર કારચાલકે 5-6 વાહનોને મારી ટક્કર મારી, પોલીસે કરી અટકાયત

જમાલપુરમાં સગીરની બેફામ ડ્રાઇવિંગ : 5-6 વાહનોને ટક્કર, પોલીસે ઝડપ્યો
12:43 AM Aug 27, 2025 IST | Mujahid Tunvar
જમાલપુરમાં સગીરની બેફામ ડ્રાઇવિંગ : 5-6 વાહનોને ટક્કર, પોલીસે ઝડપ્યો

અમદાવાદ : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગનો કહેર જોવા મળ્યો છે. એક સગીર કારચાલકે બેફામ રીતે વાહન હંકારીને 5-6 વાહનોને ટક્કર મારી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો અને પોલીસે તાત્કાલિક પહોંચીને સગીર ચાલકની અટકાયત કરી છે. આ ઘટનાએ શહેરમાં સગીરો દ્વારા વાહન ચલાવવા અને રફ્તારના કારણે થતા અકસ્માતો પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે.

જમાલપુર વિસ્તારના ભરચક રસ્તા પર આ ઘટના બની જ્યાં એક સગીર ચાલક ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલકે નિયંત્રણ ગુમાવતા 5-6 વાહનો જેમાં રિક્ષા, બાઇક, અને અન્ય ચારપૈડાં વાહનોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક વાહનોને નુકસાન થયું છે, અને એક-બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો-દમણ પોલીસ પર ગંભીર આરોપ : બારડોલીના પ્રવાસીઓને બંધક બનાવી 7 લાખ રૂપિયાની ખંડણી વસૂલી

ઘટનાસ્થળે પહોંચેલી ગાયકવાડ હવેલી પોલીસે સગીર ચાલકની અટકાયત કરી અને વાહન જપ્ત કર્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચાલક સગીર છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 279 (બેદરકાર ડ્રાઇવિંગ) અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સગીર હોવાના કારણે તેની સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

જમાલપુર વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે. ગયા વર્ષે, 29 ડિસેમ્બર 2024ના રોજ, જમાલપુર બ્રિજ પાસે એક બેફામ કારચાલકે શાકભાજી વેચતી 45 વર્ષની મહિલાને કચડી નાખી હતી, જેમાં તેનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. એ જ રીતે 7 ઓગસ્ટ 2025ના રોજ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કચરાની ગાડીએ જમાલપુરમાં રાહદારીને અડફેટે લેતાં એકનું મોત થયું હતું અને 8 વાહનોને નુકસાન થયું હતું. આ ઘટનાઓએ જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક નિયમોની ઉદાસીનતા અને બેફામ ડ્રાઇવિંગની સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે.

આ ઘટનાએ સગીરો દ્વારા વાહન ચલાવવાના વધતા જોખમ પર ફરી એકવાર ધ્યાન દોર્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં સગીરો દ્વારા બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં હિટ એન્ડ રનની કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. પરંતુ રાત્રી દરમિયાન રસ્તાને પોતાના પિતાની જાગીર સમજીને નિકળી પડતા સ્પીડના રાક્ષસો અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો- Ambaji : સુરક્ષા માટે 332 થી વધુ CCTV, 5000 પો. જવાનો તૈનાત રહેશે, 1500 સફાઈ કામદારો 7 દિવસે ખડેપગે

Tags :
#MinorDriving#PoliceStop#RecklessBehaviorAhmedabadAccidentJamalpurtrafficrules
Next Article