Gondalના રિબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાયું , આરોપીએ ફાર્મ હાઉસ,ઘર અને પેટ્રોલપંપ પર રેકી કરી હતી
- Gondal રિબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં ઘટનાનું કરાયું રી-કન્સ્ટ્રક્શન કરાયું
- મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
- આરોપીએ ઘટનાને અંજામ આપતા પહેલા રેકી કરી હતી
રિબડા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SMC પોલીસ દ્વારા સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાર્દિકસિંહનો સુરત પોલીસ પાસેથી લાજપોર જેલ માંથી કબજો મેળવીને તા. 20ના રોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. તાલુકા પોલિસ દ્વારા આરોપીના 10 દિવસના રીમાન્ડ ની માંગ સાથે રજૂ કરતા ગોંડલ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.પોલીસે મુખ્ય આરોપી હાર્દિક સિંહને લઇને તમામ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
Gondal માં આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાયું
આજ રોજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાર્દિક સિંહને દોરડા વડે બાંધી રીબડા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસ સ્થાન, ફાર્મ હાઉસ તેમજ પેટ્રોલપંપ પર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.ફાયરિંગ કરાવતા પહેલા આ તમામ સ્થળોની રેકી કરી હતી ત્યારબાદ બે બુકાની ધારી સાગરીતો દ્વારા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો પ્લાન કઈ રીતે બનાવ્યો અને શૂટરને કઈ રીતે તૈયાર કરાયા તે સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કરી પોલીસે સવાલો પૂછતાં આરોપી હાર્દિકસિંહ પોપટ બની ગયો હતો.
Gondal માં ઘટના પહેલા રેકી કરાઇ હતી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક સિંહ દ્વારા રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી ઉપર ફાયરિંગ કરવા બાબતે પ્લાન પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. રીબડા ખાતે રાજદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરવા માટે ખુદ હાર્દિકસિંહ જાડેજા રીબડા ગયો હતો. તેમજ ત્યારબાદ પોતાના માણસો દ્વારા પીન્ટુ ખાટડી ઉપર રાજકોટમાં પણ ફાયરિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે કોઈ કારણોસર બંને યોજનાઓમાં નિષ્ફળ નિવડતા રીબડા ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની યોજના બનાવી હતી. પોલીસની પૂછપરછમાં હાર્દિક સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ ખાતે રહેતા રાજુરુપમ ઉર્ફે રાજુ પોપટના પુત્ર જય પોપટ સાથે પોતે અભ્યાસ કરતો હતો. ત્યારે સાત વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. જે માથાકૂટમાં હાર્દિકસિંહને 150 ફૂટ રીંગ રોડ ઉપર માર મારવામાં આવ્યો હતો. જેમાં રાજદીપસિંહ તેમજ પીન્ટુ ખાટડી સહિતના સામેલ હોવાની હાર્દિકસિંહને શંકા હતી. જે બાબતનો બદલો લેવા માટે ફાયરીંગ કરાવ્યું હોવાની કબુલાત આપી છે.
શુ છે Gondal રિબડા ફાયરિંગ કેસ?
ગત 24 જુલાઈ 2025ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર રાત્રિના 1:00 વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે ફરજ બજાવનારા વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ઘટના બાદ હાર્દિકસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પર વિડિઓ સ્ટોરી મૂકી પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને રાજદીપસિંહ જાડેજાને ધમકી પણ આપી હતી.ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર 32 વર્ષીય ઈરફાન ઉર્ફે સીપા કુરેશી, 28 વર્ષીય અભિષેક કુમાર અગ્રવાલ, 29 વર્ષીય પ્રાંશુ કુમાર અગ્રવાલ તેમજ 26 વર્ષીય વિપિનકુમાર જાટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરફાન પર અમદાવાદમાં 27 ગુના નોંધાયેલા છે.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો; Rapido ને CCPA ની લપડાક, તપાસના અંતે ફટકાર્યો રૂ. 10 લાખનો દંડ


