ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Social Media Addiction: સોશિયલ માડિયાથી બાળકોને રાખો દૂર! અરવલ્લીમાં 10 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામથી પડી પ્રેમમાં અને...

Social Media Addiction: અરવલ્લી જિલ્લામાં વાલીઓ નાતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની બાળકીના અપહરણ બાદ બાળકી 19 વર્ષના કિશોર પ્રેમી સાથે ભાગી હોવાનો ખુલાસો થયા સોશિયલ મીડિયા કારણભૂત હોવાનું ખુલ્યું હતું.
09:30 PM Jan 04, 2025 IST | VIMAL PRAJAPATI
Social Media Addiction: અરવલ્લી જિલ્લામાં વાલીઓ નાતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની બાળકીના અપહરણ બાદ બાળકી 19 વર્ષના કિશોર પ્રેમી સાથે ભાગી હોવાનો ખુલાસો થયા સોશિયલ મીડિયા કારણભૂત હોવાનું ખુલ્યું હતું.
Aravalli
  1. અરવલ્લીની ઘટના બાદ વાલીઓ થઇ જાય સાવધાન!
  2. સોશિયલ મીડિયા મારફતે 10 વર્ષની બાળકી પડી પ્રેમમાં
  3. સગીર પ્રેમીએ ત્રણ કિશોરીઓની મદદથી બાળકીનું કર્યુ અપહરણ
  4. આ કેસમાં પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વાતો આવી સામે

Aravalli: સોશિયલ મીડિયા અત્યારે બાળકો માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે. તેનું એક નવુ અને તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં વાલીઓ નાતે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની બાળકીના અપહરણ બાદ બાળકી 19 વર્ષના કિશોર પ્રેમી સાથે ભાગી હોવાનો ખુલાસો થયા સોશિયલ મીડિયા કારણભૂત હોવાનું ખુલ્યું હતું.

પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વાતો આવી સામે

આ ઘટના છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ગત 31 ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 10 વર્ષની બાળકી નું અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ જોતા પોલીસે ભોગ બનનારના માતા પિતાને બોલાવી પૂછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે આ ભોગ બનનાર બાળકી અને તેની બહેન એ પણ સગીર જ છે. તેં બંને બહેનો તેમની માતાના મોબાઈલ નો ઉપયોગ કરતી હતી અને એ મોબાઈલમાં બંને બહેનોના કુલ 7 ઇન્સ્ટા એકાઉન્ટ બનાવ્યા હતા. જેમાંથી 5 એકાઉન્ટ બંધ છે અને 2 ચાલુ છે.

આ પણ વાંચો: Jamnagar: રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે નોંધાયો ગુનો, એસપીએ કહ્યું - સાંસદની ધરપકડ કરાશે

સગીરા સાડા સોડ વર્ષના સગીર સાથે સંપર્કમાં આવી હતી

નોંધનીય છે કે, ભોગ બનનાર નાની દીકરી કે જે સાડા દસ વર્ષની છે, તે સાડા સોડ વર્ષના સગીર સાથે સંપર્કમાં આવી હતી અને ભોગ બનનાર સગીરાનું અપહરણ કરેલ હતું. જો કે પોલીસે સતર્કતા રાખી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા. મહત્વની બાબત એ છે કે, કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું છે અને બંનેના મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને કિશોરને મહેસાણા ઓબજર્વેશન હોમમાં મોકલી આપ્યો છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Khel Mahakumbh 3.0 નો આજથી પ્રારંભ, 71 લાખ ખેલાડીઓ મેદાનમાં બતાવશે જોમ

સગીર વયની ઉંમરે પ્રેમના પાઠ એ માતા-પિતા માટે ચિંતાનો વિષય

આ સમગ્ર ધૃણાસ્પદ ઘટનાને લઈ આમ સમાજમાં પણ ગેરા પ્રત્યાગાત પડ્યા છે. સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે કે, સોસીયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે અને ઓન લાઇન શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગ મૂકીને સગીર વયની ઉંમરે પ્રેમના પાઠ ભણતા વિદ્યાર્થીઓના માબાપ માટે પણ આ ચેતવણી રૂપ કિસ્સો છે એના માટે માતા પિતા અને શિક્ષકો એ પણ જાગૃત થવાની જરૂર છર શાળા માં પણ આ બાબતે તાસ લેવાવવા જોઈએ એમ સમજીક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AravalliAravalli NewsDhansura talukaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsImpact of social mediaLatest Gujarati NewsLove on InstagramRed light case parentssocial media addictionsocial media addiction NewsTop Gujarati News
Next Article