ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Relief Package for Dimond Industry : રત્નકલાકારોના હિતમાં રાહત પેકેજ, હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતના રત્નકલાકારોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રત્નકલાકારોના બાળકોનો ભણતર ખર્ચ હવે ઉઠાવશે રાજ્ય સરકાર. વાંચો વિગતવાર.
02:11 PM May 24, 2025 IST | Hardik Prajapati
ગુજરાતના રત્નકલાકારોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રત્નકલાકારોના બાળકોનો ભણતર ખર્ચ હવે ઉઠાવશે રાજ્ય સરકાર. વાંચો વિગતવાર.
diamond industry Gujarat First

Relief Package for Dimond Industry :  ગુજરાત રાજ્યના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં લેવાયેલ આ હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ કરી છે. હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોના બાળકના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગોમાં કારખાના ધરાવતા વેપારીઓને 1 વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે.

1 વર્ષની એજ્યુકેશન ફી ચૂકવાશે

ગુજરાત રાજ્યની ભાજપ સરકારે મંદી સામે ઝઝૂમી રહેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા કવાયત હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના માર્ગદર્શનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય છે રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ ખર્ચ અંગેનો. હવેથી રાજ્ય સરકાર અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોના અભ્યાસની 1 વર્ષની ફી ચૂકવશે. જે અંતર્ગત સહાયની રકમ 13500 રત્નકલાકારના ખાતામાં જમા થશે. આ હિતકારી નિર્ણયથી રત્નકલાકારના બાળકોની અધૂરા અભ્યાસની સમસ્યા દૂર થશે. મંદીના લીધે જે રત્નકલાકારો પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ પૂરુ પાડી શકતા નથી તેમના માટે આ નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થશે.

ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી 1 વર્ષ સુધી મુક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રત્નકલાકારોની ચિંતા કરી છે. તેમણે મંદીનો માર વેઠી રહેલા હીરા ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. આ હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી છે. જેમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોના અભ્યાસની ફીની ચૂકવણી રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કે જેઓ હીરા ઘસવાના કારખાના ધરાવે છે. આ વેપારીઓને ઈલેક્ટ્રીસિટી ડ્યૂટીમાંથી 1 વર્ષ સુધી મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ રૂ. 5 લાખની મૂડી ઉપર 9 ટકાના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય પણ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ  Banaskantha : પાકિસ્તાનના ઘૂસણખોરને BSF દ્વારા ઠાર મરાયો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ

રત્ન કલાકારો માટે રાહત પેકેજ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ મહિનામાં ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રજૂ કરવામાં આવેલ સમસ્યાઓના સમાધાન માટે રાજ્ય સરકારે બેરોજગાર બનેલા રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં લેવાયેલા હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી છે. જેમાં રત્નકલાકારોના બાળકોના અભ્યાસ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે અને હીરા ઘસવાના કારખાનેદારોને 1 વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી મુક્તિ આપવા જેવા હિતકારી નિર્ણયોનો સમાવેશ થાય છે. આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છૂટા કર્યા હોય તેવા રત્નકલાકારોને મળશે.  તેમજ લાભાર્થીએ 3 વર્ષ સુધી રત્નકલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે.

દર મહિને 2 વખત યોજાશે બેઠક

સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે. જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેન્કના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ સામેલ હશે, જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે. આ સમિતિની બેઠક દર મહિને ઓછામાં ઓછી બે વખત યોજાશે.

આ પણ વાંચોઃ  IMD Update: ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, વાંચો IMDનું લેટેસ્ટ અપડેટ

Tags :
Bhupendra Patelchild education supportdiamond industrydiamond polishing unitseducation fee assistanceelectricity duty exemptionfactory subsidygem artisansgem artist welfaregovernment aidGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentHarsh Sanghavirecession reliefRelief package
Next Article