Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનાગઢ કેશોદમાં નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી નિવૃત નાયબ મામલતદારની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને ફાની દુનિયાને અલવિદા કહી હતી
જૂનાગઢ કેશોદમાં નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું
Advertisement
  • જૂનાગઢ કેશોદ માં નિવૃત નાયબ મામલતદારનો આપઘાત
  • નેભા પરમાર નામના નિવૃત ના. મામલતદારનો આપઘાત
  • વોર્ડ નં. 8માં રાજમહેલના કૂવામાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન
  • ફાયર વિભાગની ટીમે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો
  • નાદુરસ્ત તબિયતના લીધે આપઘાત કર્યો હોવાનું અનુમાન

જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી નિવૃત નાયબ મામલતદારની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને ફાની દુનિયાને અલવિદા કહી હતી.આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતા ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી.

જૂનાગઢ કેશોદ માં નિવૃત નાયબ મામલતદારનો આપઘાત

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ કેશોદમાં રહેતા નિવૃત મામલતદાર નેભા પરમારે વોર્ડ નં. 8માં આવેલા રાજમહેલના કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ સત્વરે ફાયર ટીમને કરવામાં આવી હતી, અને ટીમ ઘટનાસ્થળે પહોંચીને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢયો હતો. આ     આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકની લાગણીમાં ડૂબી ગયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

Advertisement

કેશોદ માં નિવૃત નાયબ મામલતદારે 

નોંધનીય છે કે  નેભા પરમાર નાયબ મામલતદાર તરીકે લાંબા સમયથી સરકારી સેવામાં રહ્યા હતા. તેમની નાદુરસ્ત તબીયતને કારણે તેઓએ બે વર્ષ પહેલાં જ વહેલી નિવૃત્તિ લીધી હતી. પરિવારજનો અનુસાર, તાજેતરમાં તેમની તબીયત વધુ બગડી હતી, જેના કારણે તેઓએ આત્મહત્યા કરી લીધી હશે. પોલીસે હાલ  અકસ્માતનો ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ નાદુરસ્ત તબિયતના લીધે નિવૃત મામલતદાર નેભા પરમારે આપઘાત કર્યો હશે તેવું અનુમાન કરી રહી છે. પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:   સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર કરાયો હુમલો, બાળકને દાખલ કરવાના મામલે વાલીએ માર્યા લાફા

Tags :
Advertisement

.

×