Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Revenue Talati Exam : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર!

જણાવી દઈએ કે, ગઈકાલે જ મહેસૂલી તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી.
revenue talati exam   ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર  મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
Advertisement
  1. Revenue Talati મુખ્ય પરીક્ષાને લઈને મહત્ત્વનાં સમાચાર
  2. 14 ઓક્ટોબર મહેસૂલી તલાટી મુખ્ય પરીક્ષા લેવા તૈયારીઓ
  3. ગૌણ સેવા પસંદગી મંડળ મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ
  4. ગઈકાલે જ મહેસૂલી તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવાય હતી
  5. 2384 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે ભરતી

Gandhinagar : મહેસૂલી તલાટી મુખ્ય પરીક્ષાને (Revenue Talati main Exam) લઈ મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. 14 ઓક્ટોબરનાં રોજ મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા લેવાની તૈયારીઓ શરૂ કરાઈ હોવાના અહેવાલ છે. જણાવી દઈએ કે, ગઈકાલે જ મહેસૂલી તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી.

આ પણ વાંચો- Revenue Talati Exam : આવતીકાલે રેવેન્યૂ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે યોજાશે પરીક્ષા

Advertisement

Advertisement

14 ઓક્ટોબરે Revenue Talati ની મુખ્ય પરીક્ષા થઈ શકે

ગઈકાલે મહેસૂલી તલાટીની કુલ 2384 જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી. ત્યારે, હવે મહેસૂલી તલાટી મુખ્ય પરીક્ષાને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. અહેવાલ અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ છે. 14 ઓક્ટોબરનાં રોજ મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. જો કે, આ અંગે હજું સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી.

આ પણ વાંચો- Gujarat: રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો

2384 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે ભરતી

માહિતી મુજબ, એક મહિનામાં પ્રાથમિક બાદ મુખ્ય પરીક્ષાનું પણ આયોજન થઈ શકે છે. જણાવી દઈએ કે, મહેસૂલી તલાટીની 2384 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, જે માટે ગઈકાલે પરીક્ષાનું આયોજન કરાયું હતું. રાજ્યનાં 23 જિલ્લાઓમાં 1384 સેન્ટરો પર આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો- Vadodara : 'ચૂંટણીમાં કોઇ પણ પક્ષે આવવું નહીં', રોડની માંગ પુરી નહીં થતા વિરોધ

Tags :
Advertisement

.

×