Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Revenue Talati Exam : આવતીકાલે રેવેન્યૂ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે યોજાશે પરીક્ષા

અત્યાર સુધીમાં 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાશે.
revenue talati exam   આવતીકાલે રેવેન્યૂ તલાટી વર્ગ 3 ની 2384 જગ્યા માટે યોજાશે પરીક્ષા
Advertisement
  1. રાજ્યભરમાં આવતીકાલે Revenue Talati Exam યોજાશે
  2. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું
  3. રેવેન્યુ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે પરીક્ષા યોજાશે
  4. રાજ્યનાં 23 જિલ્લાના 1384 સેન્ટર પરીક્ષા લેવામાં આવશે

Gandhinagar : રાજ્યમાં રેવેન્યૂ તલાટીની પરીક્ષા (Revenue Talati Exam) આવતીકાલે થવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ રેવેન્યુ તલાટી વર્ગ-3 ની 2384 જગ્યા માટે પરીક્ષા યોજાશે. રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવશે. 4.25 લાખ ઉમેદવારોએ ભરતીનાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાશે.

આ પણ વાંચો - Bharuch : Gujarat First નું Reality Check, લાખોની પાણીની ટાંકી ખાલીખમ, ધૂળ ખાતા ફાયર સેફ્ટીનાં સાધનો!

Advertisement

આવતીકાલે Revenue Talati વર્ગ-3 ની 2384 જગ્યા માટે પરીક્ષા યોજાશે

આવતીકાલે રાજ્યભરમાં રેવેન્યૂ તલાટીની પરીક્ષા યોજાશે. રેવેન્યુ તલાટી વર્ગ-3 ની (Revenue Talati Class-3) 2384 જગ્યા માટે આ પરીક્ષા થશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લાના 1384 સેન્ટર ખાતે લેવામાં આવશે. માહિતી અનુસાર, આ પરીક્ષા માટે 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે, અત્યાર સુધીમાં 3.99 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Gujarat : ઘોર નિંદ્રામાંથી જાગ્યું મનપા! ક્યાંક ડામર રોડ તો ક્યાંક RCC રોડની કામગીરી પૂરજોશમાં શરૂ

તલાટી ભરતીનાં ફોર્મમાં ઉમેદવારોએ કરી અનેક ભૂલો!

માહિતી અનુસાર, બાયો મેટ્રિક વેરિફિકેશન (Biometric Verification) બાદ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. જણાવી દઈએ કે, તલાટીની ભરતીના ફોર્મમાં ઉમેદવારોએ અનેક ભૂલો કરી હોવાનું અગાઉ સામે આવ્યું છે. 10,045 ઉમેદવારે ફોર્મ ભરવામાં ભૂલો કરી હોવાનું તારણ સામે આવ્યું. આ ઉમેદવારો પૈકીનાં 2366 ઉમેદવારે પોતાનો ફોટો યોગ્ય અપલોડ નહોતો કર્યો. જ્યારે, 4749 ઉમેદવારે પોતાનું સરનામું પણ યોગ્ય લખ્યું નહોતું. 1009 ઉમેદવારે ખોટી માહિતી ભરી અને 1921 ઉમેદવારે ભરતી માટે એક કરતા વધુ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળનાં માધ્યમથી આ માહિતી સામે આવી હતી.

આ પણ વાંચો - Surat : વિદેશમાં નોકરીના નામે માનવ તસ્કરી અને Cyber ગુલામીના કેસમાં વધુ એક ધરપકડ

Tags :
Advertisement

.

×