ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RTE : રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ ૨,૨૩૧ બાળકોને પ્રવેશ

નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ ૮૫,૭૪૪ જેટલા વિદ્યાર્થીઓએને પ્રવેશ
09:58 AM Jun 07, 2025 IST | Kanu Jani
નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ ૮૫,૭૪૪ જેટલા વિદ્યાર્થીઓએને પ્રવેશ

 

RTE એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૦૬ જૂન, ૨૦૨૫ના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ ૨,૨૩૧ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગમી તા. ૧૩, જૂન, ૨૦૨૫ - શુક્રવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.

RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારો દ્વારા ઓનલાઈન ફોર્મમાં પસંદ ન કરેલ હોઇ, પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની ૬૨૪, અંગ્રેજીની ૪,૨૩૮, હિન્દીની ૧,૯૧૯ અને અન્ય માધ્યમની ૧૬૫ એમ કુલ ૬,૯૪૬ જેટલી જગ્યાઓ ખાલી છે.

કુલ ૮૫,૭૪૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો

રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં રાજયની કુલ ૯,૮૧૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪,૭૯૮ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ ૯૩,૨૭૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ ૮૫,૭૪૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.

માન્ય અરજી ધરાવતા ૮૨,૪૪૮ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક

બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ ૯,૧૫૭ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ તથા બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮૨,૪૪૮ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૦૨ થી ૦૪ જૂન, ૨૦૨૫ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ ૩૧,૩૯૧ અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫૧,૦૫૭ અરજદારોએ અગાઉ પસંદ કરેલ શાળાઓ યથાવત રાખી હતી, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : જળાશયોમાં ડૂબી જવાની ઘટના રોકવા તંત્ર સજ્જ બન્યું

Tags :
RTE
Next Article