Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025 : સક્રિય કાર્યકર્તાથી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સુધીની રોચક સફર વિશે જાણો

આજે દાદા સરકાર 2.0 ના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. રાજ્ય મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. 6 મંત્રી રિપીટ કરાયા છે, જેમાં આરોગ્ય-પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ પર પાર્ટી હાઈ કમાન્ડે ફરીવાર વિશ્વાસ દાખવ્યો છે. ઋષિકેશ પટેલ ભાજપના જાણીતા અને બિનવિવાદિત છબિ ધરાવતા નેતા છે અને પૂર્વ ડે. CM નીતિન પટેલ પછી ઉ. ગુજરાતનાં મોટા પાટીદાર નેતા છે.
gujarat new cabinet 2025   સક્રિય કાર્યકર્તાથી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સુધીની રોચક સફર વિશે જાણો
Advertisement
  1. ગુજરાતમાં દાદા સરકાર 2.0 ના મંત્રીમંડળનું વિસ્તરણ થયું (Gujarat New Cabinet 2025)
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું
  3. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત 6 મંત્રીને રિપીટ કરાયા
  4. મંત્રી ઋષિકેશ પટેલ ભાજપનાં જાણીતા અને બિનવિવાદિત છબિ ધરાવનારા નેતા
  5. વર્ષ 2007 થી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે

Gujarat New Cabinet 2025 : આજે ગુજરાતની રાજનીતિનો ઔતિહાસિક દિવસ છે. આજે દાદા સરકાર 2.0 ના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. રાજ્ય સરકારનાં મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. ત્યારે 6 મંત્રીઓને રિપીટ કરાયા છે, જેમાં આરોગ્ય અને પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) પર પાર્ટી હાઈ કમાન્ડે ફરી એક વાર વિશ્વાસ દાખવ્યો છે. ઋષિકેશ પટેલ ભાજપના (BJP) જાણીતા અને બિનવિવાદિત છબિ ધરાવનારા નેતાઓ પૈકી એક છે અને પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ (Nitin Patel) પછી ઉત્તર ગુજરાતનાં મોટા પાટીદાર નેતા છે.

Advertisement

આ પણ વાંચો - ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓની થઈ એન્ટ્રી? જાણો વિસ્તારપૂર્વક

Advertisement

રાજકીય સફર :

મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અંગે વાત કરીએ તો તેઓ વર્ષ 2007 માં વિસનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2007 થી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની વિસનગર-22 (Visnagar) વિધાનસભા મત વિસ્તારમાં ઋષિકેશ પટેલે વર્ષ 2007 થી 2021 સુધી (15 વર્ષ સુધી) ધારાસભ્ય તરીકે કામગીરી કરી હતી.વર્ષ 2007 માં તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી પણ તેમણે યોગ્ય રીતે સંભાળી હતી. વિસનગરનાં ધારાસભ્ય ઉપરાંત ઋષિકેશ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા છે. હાલ, તેઓ આરોગ્ય અને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ, કાયદા-ન્યાય અને સંસદીય બાબતોનાં મંત્રીની જવાબદારી પણ નીભાવી છે. જણાવી દઈએ કે, વર્ષ 2021 થી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નીભાવી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025: નવા મંત્રીમંડળના મંત્રીઓનો ટૂંકમાં પરિચય

મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ મહેસાણા જિલ્લા (Mehsana) ભાજપ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉપરાંત, વર્ષે 2016 માં વિસનગર APMC ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઋષિકેશ પટેલે ધારાસભ્ય તરીકે 95 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હતો અને પોતાનાં મતવિસ્તારમાં અનેક વિકાસકાર્યો કર્યા હતા.

એજ્યુકેશન :

30 October, 1961 નાં રોજ ઋષિકેશ ગણેશભાઈ પટેલનો (Rushikesh Patel) જન્મ થયો હતો. મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામનાં વતની છે. તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1990 માં કરી હતી. ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીનાં રથયાત્રા કાર્યક્રમ દરમિયાન ઋષિકેશ પટેલે પાર્ટીમાં રહી સક્રિય કાર્યકર તરીકે જવાબદારી નીભાવી હતી.

આ પણ વાંચો - હર્ષ સંઘવીનો ઐતિહાસિક ઇતિહાસ - સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર, સુરતી હીરાના ચમક જેવી રાજકીય કારકિર્દી

Tags :
Advertisement

.

×