Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarkashi Cloudburst : ઉત્તરકાશી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

ITBP, ભરતીય સેના, SDRF, NDRF અને ઉત્તરાખંડ પોલીસનાં કર્મચારીઓ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.
uttarkashi cloudburst   ઉત્તરકાશી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી
Advertisement
  1. Uttarkashi Cloudburst માં ફસાયેલ ગુજરાતી યાત્રિકો અંગે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન 
  2. 141 જેટલા ગુજરાતીઓ ઉત્તરકાશી વિસ્તારમાં દુર્ઘટના સમયે હતા : ઋષિકેશ પટેલ
  3. તમામ 141 ગુજરાતી યાત્રિકો સુરક્ષિત, માત્ર 4 ને નાની-મોટી ઇજાઓ થઈ : ઋષિકેશ પટેલ
  4. 'ઉત્તરાખંડની સરકાર સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે'

Uttarkashi Cloudburst : ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધારાલી ગામમાં (Dharali Village) વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી કહેરમાં ડઝનબંધ હોમસ્ટે, હોટેલ અને મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને અત્યાર સુધીમાં આ આપદામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે, જ્યારે 15 જેટલા લોકો હજું પણ ગુમ છે. ITBP, ભરતીય સેના, SDRF, NDRF અને ઉત્તરાખંડ પોલીસનાં કર્મચારીઓ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. હાલ પણ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, ત્યાં ફસાયેલા ગુજરાતી યાત્રિકો અંગે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલની (Rushikesh Patel) પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Amreli: દિલીપ સંઘાણીનો વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

Advertisement

Advertisement

Uttarkashi Cloudburst માં ફસાયેલ 141 ગુજરાતી યાત્રી સુરક્ષિત છે : ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે, ઉત્તરકાશી દુર્ઘટનામાં (Uttarkashi Cloudburst) હાલ પણ રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે. 141 જેટલા ગુજરાતીઓ ઉતરકાશી વિસ્તારમાં દુર્ઘટના સમયે હતા. તમામ 141 ગુજરાતી યાત્રિકો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, માત્ર 4 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી તેઓ પણ હાલ સ્વસ્થ છે. ઉત્તરાખંડની (Uttarakhand) સરકાર સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર તમામ યાત્રિકોને સુરક્ષિત રીતે પરત લાવવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો - Vadodara : અણખોલના પૂર્વ સરપંચ અને તલાટીએ રૂ. 1.62 કરોડ સેરવતા ફરિયાદ

'ખરાબ વાતાવરણનાં કારણે હાલ એર લિફ્ટ કરવા મુશ્કેલ'

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ત્યાં ફસાયેલા મુસાફરોને ખરાબ વાતાવરણનાં કારણે હાલ એર લિફ્ટ કરવા શક્ય નથી. રોડ માર્ગે તેમને પાછા લાવવાની કામગીરી કરાઈ પરંતુ, અવિરત વરસાદનાં કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેનાં કારણે હાલ એ પણ શક્ય નથી. આથી, વાતાવરણ ચોખ્ખું થતા જ 1-2 દિવસમાં તેમને સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવવામાં આવશે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા ધારાલી બચાવ કામગીરી અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સેના, વાયુસેના, ITBP, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, હવામાન વિભાગ, NDRF નાં અધિકારીઓ દિલ્હીથી ઓનલાઈન જોડાયેલા છે. બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Bharuch : નવજાત બાળકીને ત્યજી દેનાર સગીરાને હોસ્પિટલમાંથી રજા અપાઈ, પોલીસ નિવેદન લેશે

Tags :
Advertisement

.

×