Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ
- રશિયન કેપ્ટન એલેક્ઝાન્ડરની અચાનક તબીયત લથડી
- શીપ દ્વારા જી.એમ.બી. કચેરીમાં મેસેજ મોકલ્યો હતો
- બિમાર કેપ્ટનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
Porbandar: આપણે ગુજરાતીઓ હંમેશા બીજાની મદદ કરવા માટે આગળ આવતા રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ બીજાનો જીવ બચાવવા માટે અનેક લોકોએ જીવ આપ્યાના પણ દાખલા પડ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પોરબંદર (Porbandar)માં એક રશિયન જહાજના કેપ્ટનનો જીવ બચાવવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રશિયન જહાજના કેપ્ટન એલેક્ઝાન્ડરની તબીયત અચાનક લથડી હતી જેથી શીપ દ્વારા જી.એમ.બી કચેરીમાં મેસેજ કરી જાણ કરી હતી.
આ પણ વાંચો: Ambaji નજીક ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર લક્ઝરી બસને નડ્યો અકસ્માત
શીપ દ્વારા જી.એમ.બી. કચેરીમાં મેસેજ મોકલી મદદ માંગી
નોંધનીય છે કે, શીપના રશિયન કેપ્ટન એલેક્ઝાન્ડરની અચાનક તબીયત લથડતા તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. જેથી શીપ દ્વારા પોરબંદરના બંદર ઉપર જી.એમ.બી. કચેરીમાં એસ.ઓ.એસ. નો ઇન્ટ એક મેસેજ આવેલ હતો. તેના જવાબમાં કેપ્ટન અરવિંદ મિશ્રા દ્વારા તુરંત જ રિસ્પોન્સ આપતા શીપને દ્વારા પોરબંદર (Porbandar) બંદર ડાયવર્ટ કરવાની મંજુરી આપી દેવામાં આવી હતી. પોરબંદર બંદર પર પહોંચતાંની સાથે જ બંદરના ટ્રાફિક ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા ટગ રવાના કરી બિમાર કેપ્ટનને સફળતાપૂર્વક ઉતારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે ભગવાન પણ નથી સલામત! 3 વર્ષમાં આશરે 5 કરોડ રૂપિયાની ચોરી
MT નિખલ સિલ્વર શીપ કંડલાથી કૂજેરા જવા રવાના કરવામાં આવ્યું
બિમાર કેપ્ટનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા અને એમ.ટી. નિખલ સિલ્વર શીપ કંડલાથી કૂજેરા જવા રવાના થયું હતું. નોંધનીય છે કે, ફરી એકવાર ગુજરાતીઓએ પોતાના માનવતા દેખાડી છે. આપણે ગુજરાતીઓ હંમેશા બીજાની મદદ કરવા માટે આગળ રહ્યાં છે. આજે પણ પોરબંદરમાં આવી જ એક ઘટના જોવા મળી હતી.
આ પણ વાંચો: VADODARA : તહેવાર ટાણે ગિફ્ટ અને મીઠાઇની વાતથી ઉશ્કેરાઇ મહિલાને ધમકી


