ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha: પ્રાંતિજના 3 મૌલવીઓને જેલભેગા કરાયા, મદરેસામાં બાળકોની કરતા હતા મારપીટ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ચકચારી એવા પ્રાંતિજ (Prantij) ની મદરેસાના બાળ અત્યાચાર કેસમાં 3 મૌલવીઓને જેલભેગા કરાયા છે. પ્રાંતિજની મદરેસા (Madrasa) માં 33 બાળકો પર આ મૌલવીઓ અમાનવીય અત્યાચાર ગુજારતા હોવાની ફરિયાદ થઈ છે. વાંચો વિગતવાર.
07:11 PM May 04, 2025 IST | Hardik Prajapati
સમગ્ર ગુજરાતમાં અત્યંત ચકચારી એવા પ્રાંતિજ (Prantij) ની મદરેસાના બાળ અત્યાચાર કેસમાં 3 મૌલવીઓને જેલભેગા કરાયા છે. પ્રાંતિજની મદરેસા (Madrasa) માં 33 બાળકો પર આ મૌલવીઓ અમાનવીય અત્યાચાર ગુજારતા હોવાની ફરિયાદ થઈ છે. વાંચો વિગતવાર.
Prantij madrasa Gujarat First

Sabarkantha: પ્રાંતિજની એક મદરેસામાં બાળકો પર મૌલવીઓ અત્યાચાર ગુજરતા હતા. આ સમાચારથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પોલીસે 3 મૌલવીઓ વિરુદ્ધ ગુનો નોંધીને જેલ હવાલે કર્યા છે. કુલ 33 માસૂમ બાળકોને Madrasa માં પૂરી દઈને તેમના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજરતા હોવાનો આરોપ મૌલવીઓ પર છે.

રેલવે પોલીસની માનવતા

પ્રાંતિજની મદરેસામાં કુલ 33 બાળકો રહેતા હતા. આ બાળકો પર મદરેસાના 3 મૌલવીઓ અમાનવીય અત્યાચાર ગુજરતા હોવાની ફરિયાદ બાળકોએ કરી છે. બનાવની રાત્રે કંટાળીને 8 બાળકો અડધી રાત્ર મદરેસામાંથી ભાગી છુટ્યા હતા. આ રડતા બાળકો Railway Police ને મળી આવ્યા હતા. રેલવે પોલીસે રડતા બાળકોને આશરો આપી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં Prantij Police ને જાણ કરાતા પોલીસે મદરેસામાંથી 33 બાળકોને છોડાવ્યા અને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં તેમનું Medical Checkup કરાવવામાં આવ્યું. આ ચેકઅપમાં 7 બાળકોના શરીર પર મારના નિશાન અને 8 બાળકોને મારના લીધે શરીરમાં દુખાવો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બાળકોનું Medical Checkup કરાવ્યા બાદ તેમને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી: નીતિન પટેલ

3 મૌલવીઓને કરાયા જેલભેગા

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા પ્રાંતિજની મદરેસાના બાળ અત્યાચાર કેસમાં 3 મૌલવીઓને જેલભેગા કરાયા છે. પ્રાંતિજની મદરેસામાં 33 બાળકો પર આ મૌલવીઓ અમાનવીય અત્યાચાર ગુજારતા હોવાની ફરિયાદ થઈ છે. બનાવની રાત્રે 8 બાળકો મદરેસામાંથી ભાગી છુટ્યા અને રેલવે પોલીસને મળી આવ્યા. ત્યારબાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. પોલીસે આ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવીને તેમને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપ્યા છે. મેડિકલ ચેકઅપમાં પણ મૌલવી વિરુદ્ધ પૂરાવા મળ્યા છે. જેમાં 7 બાળકોના શરીર પર મારના નિશાન અને 8 બાળકોને મારના લીધે શરીરમાં દુખાવો હોવાનું સામે આવ્યું હતું. પ્રાંતિજ પોલીસે આ 3 મૌલવીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને જેલભેગા કર્યા છે.

આ પણ વાંચોઃ  Board Exam Result: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ થશે જાહેર

Tags :
33 childrenBeating marksChild AbuseClerics jailedGujarat FirstGUJARAT FIRST NEWSInhuman atrocitiesmental torturePhysical torturePrantij madrasaPrantij policeRailway PoliceSabarkantha
Next Article