Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : પ્રાંતિજનાં મદરેસામાંથી 8 પરપ્રાંતિય બાળકો મોડી રાતે કેમ ભાગ્યા ? વાંચો સમગ્ર અહેવાલ

હિંમતનગર સ્થિત ગુજરાત રેલવે પોલીસ બાંગ્લાદેશીઓને શોધવા માટે ટ્રેનમાં તપાસ કરી તો આ 8 બાળકો ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.
sabarkantha   પ્રાંતિજનાં મદરેસામાંથી 8 પરપ્રાંતિય બાળકો મોડી રાતે કેમ ભાગ્યા   વાંચો સમગ્ર અહેવાલ
Advertisement
  1. પ્રાંતિજનાં મદરેસામાંથી 8 પરપ્રાંતિય બાળકો મોડી રાતે અગમ્ય કારણોસર ભાગ્યા (Sabarkantha)
  2. પ્રાંતિજ રેલવે સ્ટેશને પહોંચ્યા, રેલવે ટ્રેક પર ચાલી ખારી-અમરાપુર પહોંચ્યા
  3. સવારે ટ્રેનમાં બેસી દહેગામ પહોંચ્યા, ત્યાર બાદ હિંમતનગર પહોંચ્યા હતા
  4. આઠેય બાળકો બિહાર જવા માટે મદરેસાથી ભાગી નિકળ્યા હતા
  5. ગભરાયેલા બાળકોને ગુજરાત રેલવે પોલીસે શોધી ચોકી લઈ આવી હતી
  6. મદરેસામાં માર મારવામાં આવતો હોવાનો બાળકોનો આરોપ, તપાસ શરૂ

સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજનાં સિનેમા રોડ પર આવેલ એક મદરેસામાં પરપ્રાંતિય 50 જેટલા બાળકો તાલીમ મેળવે છે. જો કે, આ બાળકો પૈકીનાં 36 મદરેસાની જ હોસ્ટલમાં રહેતા હતા. દરમિયાન, આ બાળકો પૈકીનાં 8 અગમ્ય કારણોસર રવિવારે મોડી રાત્રે મદરેસામાંથી ભાગીને પ્રાંતિજ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રાત્રે કોઇ ટ્રેન ન હોવાને કારણે તથા મદરેસાના (Madrasa) આચાર્ય અને શિક્ષકોના હાથે ઝડપાઇ ન જવાય તે માટે રાત્રે જ અંધારામાં આ 8 જેટલા બાળકો રેલવે ટ્રેક પર ચાલીને ખારી-અમરાપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા. સોમવારે સવારે હિંમતનગરથી અસારવા જતી ટ્રેનમાં બેસી દહેગામ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અસારવાથી ઉદેપુર જતી ટ્રેનમાં બેસીને હિંમતનગર આવી રહ્યા હતા. ત્યારે હિંમતનગર સ્થિત ગુજરાત રેલવે પોલીસ બાંગ્લાદેશીઓને શોધવા માટે ટ્રેનમાં તપાસ કરી તો આ 8 બાળકો ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત રેલવે પોલીસે તેમનો કબ્જો લઇને પ્રાથમિક પૂછપરછમાં મદરેસાના સંચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તરત જ તેમને રેલવે સ્ટેશન સ્થિત પોલીસ ચોકીમાં લાવી વધુ પૂછપરછ કરી હતી. જે બાદ તેમની શારિરીક તપાસ કરવા માટે હિંમતનગર સિવિલમાં મોકલાયા હતા. દરમિયાન, ગુજરાત રેલવે પોલીસે (Gujarat Railway Police) આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Advertisement

મદરેસામાંથી રાતે 8 પરપ્રાંતિય બાળકો ભાગ્યા અને પ્રાંતિજ રેલવે સ્ટેશન પહોંચ્યા

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પ્રાંતિજમાં (Sabarkantha) જમીઅહ દારૂલ અહેસાન મદરેસામાં 15 દિવસ અગાઉ બિહારનાં અરેડિયા ગામમાંથી 8 થી વધુ બાળકો ભણવા માટે આવ્યા હતા. આ બાળકો માટે સંસ્થા દ્વારા રહેવાની તથા ભણવાની વ્યવસ્થા કરાઇ હતી. બાળકોનાં આરોપ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી છાત્રાલયમાં સંચાલકો અને શિક્ષકો દ્વારા ધાક-ધમકી આપી માર મારવામાં આવતો હતો, જેથી ગભરાયેલા આઠેય બાળકો છાત્રાલયમાંથી રાત્રે કોઇ જોઇ ન જાય તે રીતે સાથે ભાગીને પ્રાંતિજ રેલવે સ્ટેશન (Prantij Railway Station) પહોંચ્યા હતા. જો કે, રાતે કોઈ ટ્રેન ન હોવાથી રેલવે ટ્રેક પર ચાલીને અંધારામાં તલોદ તાલુકાનાં ખારી અમરાપુર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા.

Advertisement

ટ્રેનમાં તપાસ દરમિયાન પોલીસને બાળકો ગભરાયેલી હાલતમાં મળ્યા

બીજા દિવસે હિંમતનગરથી અસારવા જતી ટ્રેનમાં આ બાળકો બેસી ગયા હતા અને દહેગામ રેલવે સ્ટેશન ઉતર્યા હતા. ત્યારબાદ અસારવાથી ઉદેપુર જતી સુપર ફાસ્ટ ટ્રેનમાં બેસી તેઓ હિંમતનગર (Himmatnagar) પહોંચ્યા હતા. બીજી તરફ, 8 બાળકો મદરેસામાંથી ભાગી ગયા હોવાની માહિતીને આધારે સ્કૂલના આચાર્ય, બે શિક્ષક અને બે વિદ્યાર્થીઓ બાળકોને શોધવા માટે નીકળી પડ્યા હતા. દરમિયાન, હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1‌ પર આવેલી અસારવા-ઉદેપુર ટ્રેનમાં ગુજરાત રેલવે પોલીસ દ્વારા તપાસ કરતા આ આઠ બાળકો ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમને ટ્રેનમાંથી ઉતાર્યા હતા. જો કે, આ દરમિયાન મદરેસામાંથી શોધવા આવેલા 4 જણાં સાથે ઊગ્ર અવાજે ચર્ચા થતી હોવાથી પોલીસે તેમને પણ બાળકોની સાથે રેલવે સ્ટેશન પર આવેલ ગુજરાત રેલવે પોલીસની ચોકીમાં લઇ જવાયા હતા.

આ પણ વાંચો - Valsad: વાપી શહેર, GIDC સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું

પોલીસ બંદોબસ્ત સાથે બાળકોનાં એકસ-રે તથા અન્ય ટેસ્ટ કરાયા

પોલીસે બાળકોની પ્રાથમિક તપાસનાં ભાગરૂપે અને તેમની શારિરીક ચકાસણી કરવાનાં આશયથી તમામ બાળકોને હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરનાં તબીબોએ તપાસ કરીને એક બાળકનાં શરીર પર વધુ ઈજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જયારે, બાકીના બાળકોના પોલીસ બંદોબસ્ત સાથે એકસ-રે તથા અન્ય ટેસ્ટ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, આ 8 બાળકો અંદાજે 11 થી 13 વર્ષની વયનાં છે. રેલવે પોલીસે આ સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસને (Prantij Police) જાણ કરી હતી. હવે, હિંમતનગર સિવિલમાં તપાસ માટે લઇ જવાયેલા બાળકોને રેલવે પોલીસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપશે. ત્યારબાદ પ્રાંતિજ પોલીસ તપાસ કર્યા બાદ ફરિયાદ દાખલ કરશે.

ભાગી ગયેલા બાળકોને શોધવા કોણ નિકળ્યું હતું?

- અનસ આરીફ મેમણ (રહે. બારીયાના પાર્ક, પાડા, પાટણ)
- ફહદ અહેમદ કડીવાલા (રહે. મોમીનવાસ, સિદ્ધપુર)
- મહમદ અજમદ અબ્દુલ કુરેશી (રહે. જિ.ભાગલપુર, રાજય બિહાર)
- શેખ અલ્માઝ હાફીજ (રહે.નર્મદાપુરમ, ઓરંગાબાદ, મધ્યપ્રદેશ)

બાળકો કયાં કોચમાંથી પકડાયા

અસારવા-ઉદેપુર ટ્રેનનાં જનરલ કોચમાં છેલ્લા ડબ્બામાં બેઠેલા બાળકોને શોધવા આવેલા ચારેય જણાં જબરદસ્તી કરતા હતા, ત્યારે લોકોએ જોઇને તરત જ ગુજરાત રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રેન ઉપડે તે પહેલા બાળકોને શોધ્યા અને બાળકો સાથે શોધવા આવેલા ચારેયને પણ ટ્રેનમાંથી ઉતાર્યા હતા.

શાળાનાં આચાર્ય શું કહે છે ?

પ્રાંતિજનાં (Prantij) સિનેમા રોડ પર આવેલ મદરેસામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાબલી કારકુનએ લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, સંસ્થામાં ભણતા એક બાળકને લગ્નમાં જવું હતુ. પરંતુ, સંસ્થા આ બાળકને એકલો જવા દેવા માંગતી ન હતી, જેથી આ બાળકે તેના બીજા સાથીઓને તૈયાર કરી મદરેસામાંથી રાત્રે નિકળી ગયા હતા.

મદ્રેસા કેટલા વર્ષથી ચાલે છે

માહિતી અનુસાર, પ્રાંતિજનાં સિનેમા રોડ પર આવેલ જમીઅહ દારૂલ અહેસાન મદ્રેસા વર્ષ 2013 થી કાર્યરત છે. જો કે, પોલીસને પૂછપરછ દરમિયાન સંસ્થામાં નિયમ મુજબ નિભાવવામાં આવતું કોઇ રજિસ્ટ્રર ન હોવાનું આચાર્યએ કબૂલ્યું છે.

આ પણ વાંચો - Chhota Udepur : ડોલોમાઈટ માઇન્સ બંધ કરવાનાં નિર્ણય સામે વિરોધ, છોટાઉદેપુર સજ્જડ બંધ

સંસ્થાનું સરનામું અલગ, ચાલે છે અન્ય જગ્યાએ!

પ્રાંતિજનાં સિનેમા રોડ પર ચાલતી મદરેસાનાં (Madrasa) રજિસ્ટ્રેશનમાં ગરીબ નવાઝનું સરનામું હતુ. પરંતુ, હકીકતમાં આ મદરેસા સિનેમા રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં ચાલતી હતી. જો કે, સંસ્થાએ સરનામું બદલ્યું હોવા છતાં જરૂરી દસ્તાવેજોમાં સુધારો કરાવ્યો નથી તેવું પોલીસ સમક્ષ મદરેસાના આચાર્યે કહ્યું હતું.

બિહારનાં આઠેય બાળકો 22 એપ્રિલે આવ્યા હતા

પ્રાંતિજની મદરેસામાં ભણતા અને રવિવારે રાત્રે ભાગી ગયેલા આઠેય બાળકો તાજેતરમાં 22 એપ્રિલનાં રોજ શિક્ષણ મેળવવા માટે આવ્યા હતા. જયાં તેઓ દરરોજ લગભગ 6 કલાકથી વધુ સમય શિક્ષણ લેતા હતા.

બાળકોને 3 વર્ષ સુધી ધર્મનું શિક્ષણ અપાય છે

પ્રાંતિજમાં ચાલતી મદરેસામાં ભણવા આવતા બાળકોને કુરાન સહિત અન્ય ધર્મનું શિક્ષણ આપવા માટે સંસ્થા ત્રણ વર્ષ સુધી મફત રાખીને શિક્ષણ આપતી હોવાનું આચાર્યએ જણાવ્યું છે.

પ્રાંતિજમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ

પ્રાંતિજની મદરેસામાં (Madrasa) ભણતા બાળકો કોઇપણ જાતની જાણ કર્યા વિના ભાગી ગયા હોવાની વિગતો સોમવારે સોશિયલ મીડિયામાં આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે અનેક શંકા-કુશંકા સાથે ચર્ચાઓ શરૂ થઇ છે. પણ હવે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ ઝીણવટભરી તપાસ કરી સાચી હકીકત બહાર લાવશે.

ઘટનાક્રમ :

- રાત્રે 2.30 વાગે બિહારનાં 8 બાળ મદરેસાનાં રૂમનું તાળું તોડી ભાગ્યા
- લગભગ 3.00 વાગે ચાલતા રેલવે સ્ટેશન પહોંચ્યા
- પ્રાંતિજ રેલવે સ્ટેશનથી 3.30 વાગે ચાલીને ખારી અમરાપુર રેલવે સ્ટેશને પહોંચ્યા
- સોમવારે અંદાજે 6.45 વાગે હિંમતનગરથી આવતી ટ્રેનમાં બેસી દહેગામ પહોંચ્યા
- 7.45 વાગે ટ્રેનમાં બેસી તલોદ, પ્રાંતિજ થઇ હિંમતનગર આવ્યા
- 8.20 કલાકે રેલવે પોલીસે તેમને ટ્રેનમાંથી ઉતારી પોલીસ ચોકીમાં લઇ જવાયા
- 9.30 કલાકે બાળકોને શારિરીક તપાસ માટે પોલીસ જાપ્તા સાથે સિવિલમાં લઇ જવાયા

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વના સમાચાર, ફાઇનલ મેરીટ-જિ. પસંદગીની તારીખ જાહેર

Tags :
Advertisement

.

×