Sabarkantha : સાબરડેરીમાં બોઇલર સફાઇ કરતા યુવકનું ગૂંગળામણથી મોત, 3 ગંભીર!
- Sabarkantha સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા શ્રમિકનું મોત
- 24 વર્ષીય યુવકને ગૂંગળામણથી શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ હતી
- ગૂંગળામણને કારણે અન્ય 3 શ્રમિકોની હાલત ગંભીર
સાબરકાંઠા જિલ્લાના (Sabarkantha) હિંમતનગર નજીક ગોઝારી ઘટના બની છે. સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા એક શ્રમિક યુવકનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે. સફાઈ કામ દરમિયાન 24 વર્ષીય શ્રમિક યુવકને શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ હતી. ગૂંગળામણથી તેનું મોત નીપજ્યું છે. જ્યારે, 3 શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Vadodara: પંડિત મદન મોહન માલવિયાના વિચારોને જીવંત કરવાની જરૂર છે:પ્રો.ધીરેન્દ્ર પાલ સિંહ
સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા 24 વર્ષીય શ્રમિકનું મોત
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) હિંમતનગર તાલુકા (Himmatnagar) નજીક આવેલી સાબરડેરીમાં આજે હચમચાવે એવી ઘટના બની છે. કેટલાક શ્રમિકો બોઇલરની સફાઇ કામ કરી રહ્યા હતા. દરમિયાન, શ્વાસ લેવામાં તકલીફ થતાં શ્રમિકોને તબિયત લથડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, 24 વર્ષીય શ્રમિકનું ગૂંગળામણનાં કારણે મોત નીપજ્યું હતું. જ્યારે, અન્ય 3 શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેમણે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Himmatnagar નજીક Sabardiary માં ગૂંગણામણથી એકનું મોત
Boiler સફાઈ કરતા યુવકને શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ
ગૂંગણામણને કારણે બે શ્રમિકો ગંભીર
ગંભીર બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા@CollectorSK @DairySabar #Himmatnagar #Sabardairy #Boiler #Hospitalize #Gas #SiddhuNeSatt… pic.twitter.com/qw4nN6s3EJ— Gujarat First (@GujaratFirst) December 26, 2024
આ પણ વાંચો - Gujarat: બાથરૂમમાં ગીઝર ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના
ઘટનામાં બે શ્રમિકોની હાલત હાલ ગંભીર
પ્રાપ્ત અહેવાલ અનુસાર, હોસ્પિટલમાં દાખલ શ્રમિકોની હાલત હાલ ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. જ્યારે, બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
તંત્ર દોડતું થયું, સાબરડેરી તંત્રનો ઢાંકપિછોડો!
મૃતક શ્રમિકની ઓળખ ક્રિપાલસિંહ ગુલાબસિંહ મકવાણા (ઉં.વ. 24, રહે. સાંચોદર, તા.હિંમતનગર) તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં સંજયસિંહ મનહરસિંહ મકવાણા (ઉં.વ. 25, રહે. સાંચોદર, તા. હિંમતનગર) સામેલ છે. અન્ય બે પરપ્રાંતીય શ્રમિક છે. આ ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, એ લોકો એવું કહે છે આવી ઘટના બની નથી, અમારે ત્યાં પણ અમે તપાસ કરીએ છીએ. ચીફ ઓફિસર સાથે પાલિકાનાં ફાયર સહિતનાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોવાની માહિતી છે. જ્યારે સાબરડેરી તંત્રે આ ઘટના મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવાની આશંકા છે.
આ પણ વાંચો - Ahmedabad: ઓમ જિજ્ઞેશ વ્યાસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર


