Sabarkantha : ત્રણ વર્ષ બાદ હાથમતી ડેમ 100 ટકા ભરાયો, ખેડૂતોને થશે ફાયદો!
- સિંચાઈ વિભાગના અધિકારીઓએ ડેમની મુલાકાત લઈ પાણીને વધાવ્યું
- વેસ્ટ વિયરમાંથી નીકળતું પાણી હાથમતી નદીમાં શરૂ થયું
- કેનાલ મારફતે પાણી અ, બ, ક ઝોનની કેનાલોમાંથી તળાવો ભરાશે
- ગુહાઈ ડેમ 90 ટકાથી વધુ ભરાયો, છલોછલ થવાની તૈયારીમાં
Sabarkantha : ગુજરાતની સરહદે આવેલ અને રાજસ્થાનમાંથી પસાર થઈ ગુજરાતમાં આવતી નદીઓનાં કેચમેન્ટ એરિયાનો છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે આ વરસાદી પાણી ભિલોડા પાસે આવેલ હાથમતી નદી પરનાં (માંકડી, ભવનાથ) ડેમમાં પાણીની સતત આવકને કારણે ત્રણ વરસાદ બાદ મંગળવારે ડેમ 100 ટકા ભરાયો છે, જેના લીધે સિંચાઈ વિભાગના અધિકારીઓએ ડેમસાઈટ પર જઈને પૂજા-અર્ચના કરી શ્રીફળ સાથે પાણીના વધામણાં કર્યા હતા. સતત ઓવરફ્લો થતાં ડેમમાંથી વહી રહેલું પાણી ડેમસાઈટનાં પાછળનાં ભાગેથી વહી હિંમતનગરની હાથમતી નદીનાં (Hathmati River) પટમાં પહોચ્યું હતું. જ્યાંથી કેટલુંક પાણી કેનાલોમાં નંખાયું છે, જેના લીધે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, દહેગામ, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી હાથમતી કેનાલમાં પહોંચવાને કારણે ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો - વટામણ-ધોળકા હાઈવે પર ₹3.69 કરોડની એમ્બરગ્રીસ જપ્ત : CID ક્રાઈમની મોટી સફળતા
ત્રણ વર્ષ બાદ માંકડી ડેમ 100 ટકા ભરાયો : કાર્યપાલક ઈજનેર નિકુંજ પટેલ
આ અંગે હિંમતનગર સ્થિત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર નિકુંજ પટેલના જણાવાયા મુજબ, સાબરકાંઠા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના હરણાવ, ગુહાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં પડેલા વરસાદને કારણે ભિલોડા પાસેનાં માંકડી ડેમમાં પાણીની આવક સતત વધી હતી. જેથી વર્ષ 2022 પછી ત્રણ વર્ષ બાદ માંકડી ડેમ 100 ટકા ભરાયો છે. આ ડેમ પર કોઈ ગેટ ન હોવાને કારણે તેને દરવાજા વિનાના ડેમ તરીકે જિલ્લાના ખેડૂતો ઓળખે છે ત્યારે મંગળવારે સવારે ડેમ 100 ટકા ભરાઈ જતાં વધારાનું પાણી ડેમ પાછળથી વહીને હિંમતનગર તરફ આવતી હાથમતી નદીમાં થઈને વહી રહ્યું છે.
આ પણ વાંચો - ગણેશ ઉત્સવ 2025 : સુરત પોલીસે AI ટેકનોલોજી અને ડ્રોન સાથે ચુસ્ત સુરક્ષા ગોઠવી
Sabarkantha માં આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની આગાહી
હિંમતનગર તાલુકાના લગભગ 25 થી વધુ ગામોનાં સીમાડાઓમાં આવેલ બોરકૂવામાં પાણીના તળ ઉંચા આવી શકે છે. દરમિયાન મંગળવારે પાણી હિંમતનગરનાં (Himmatnagar) મહેતાપુરા વિસ્તારમાં આવેલ હાથમતી નદીમાં પહોચ્યું હતું. જ્યાંથી અંદાજે 100 ક્યુસેક પાણી કેનાલમાં વાળી દેવામાં આવતા કેનાલ ફરીથી વધુ એક વખત જીવંત બની છે. અત્યારે ડેમમાં છોડાઈ રહેલા પાણીને કારણે ગામડાઓમાં જે તળાવો ખાલી હશે તેને ભરવા માટે આ પાણીને સિંચાઈ વિભાગ અગ્રતા આપે છે. તેજ પ્રમાણે થોડાક વર્ષો અગાઉ ઘઉવાવ નદી પરના હિંમતનગર તાલુકાના કાંણીયોલ-ખાંધોલની સીમમાં આવેલ ગુહાઈ જળાશયમાં પણ પાણીની સતત આવકને કારણે તે લગભગ 90 ટકા ભરાઈ ગયો છે. હજુ પણ પાણીની આવક ચાલુ હોવાને કારણે તથા આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની આગાહી છે. ત્યારે ગુહાઈ પણ હાથમતી ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - માતર બાદ કઠલાલ-કપડવંજના પૂર્વ BJP MLA કનુ ડાભીનો લેટર બૉમ્બ : ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપ


