BZ GROUP Expose: કરોડોનો ચૂનો લગાવનારો BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરારઃ સૂત્રો
- ભૂપેન્દ્રસિંહ MP થઈ નેપાળ તરફ ભાગ્યાની નજીકના વર્તુળોમાં ચર્ચા
- ભૂપેન્દ્રસિંહના આસિસ્ટન્ટનો સૌથી મોટો દાવો
- ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશમાં ફરાર થયાનો કર્યો દાવો
BZ GROUP Expose: BZ ગ્રુપનો માલિક અને કરોડોનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ MP થઈ નેપાળ તરફ ભાગી ગયો છે. નોંધનીય છે કે, કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરકડકથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયો હોવાની તેના નજીકના વર્તુળમાં ચર્ચા થતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આરોપી ભૂપેન્દ્રસિંહનો પ્લાન નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો હોઈ શકે છે.
આ પણ વાંચો: ભૂપેન્દ્ર ઝાલાના ઘરે માહોલ સૂમસામ! મીડિયાને જોતા ઘરના દરવાજા બંધ કરી દેવાયા
પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા
નોંધનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી ગયો છે. એટલું જ નહીં પરંતુ પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા છે. એક કા ડબલની લાલચ આપીને અસંખ્ય લોકોને ભૂપેન્દ્રસિંહે ચૂનો લાગાડ્યો છે. અત્યારે તે વિદેશ ભાગો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે અત્યારે પોલીસે અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. એવું જાણવા મળ્યું છે કે, તે ધરપડકથી બચવા માટે વિદેશમાં જઈને છુપાઈ ગયો છે.
આ પણ વાંચો: BZ GROUP Scam કેસમાં મોટો ખુલાસો, ખુદ ધારાસભ્ય જ કરતા હતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ
&
nbsp;
ધારાસભ્ય જ કરતા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ
તેના નજીકના વર્તુળમાં એવી પણ ચર્ચાઓ થઈ રહીં છે, આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા માલદીવ અથવા નેપાળમાં જઈને છુપાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અનેક વિગતો સામે આવી રહીં છે. નોંધનીય છે કે, BZ ગ્રુપના 6 હજારોના કરોડના કૌભાંડ કેસમાં અત્યારે મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુબ ધારાસભ્ય કરતા હોવાનું સામે આવ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala)નો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય ( MLA Dhavalsinh Zala) ખુબ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)નું માર્કેટિંગ કરતા કહીં રહ્યાં છે કે, ‘એકના બે અને બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે. જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’
આ પણ વાંચો: BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત