Sabarkantha : હિંમતનગરની નગરપાલિકાનાં પદાધિકારીઓમાં કુસંપ!
- Sabarkantha માં હિંમતનગર પાલિકામાં પદાધિકારીઓમાં કુસંપ, અધિકારીઓ પીસાયા
- બગીચા વિસ્તારમાં આવેલી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની મિલ્કતનું સમારકામ થવા દેવાતું ન હોવાનો આક્ષેપ
- ભાડુઆતે સમારકામની મંજૂરી માંગી, પાલિકાએ પરવાનગી આપી પણ કામ થવા દેવાતું નથી
Sabarkantha : હિંમતનગર નગરપાલિકાનાં (Himmatnagar Municipality) વર્તમાન કેટલાક પદાધિકારીઓ મોટાભાગે શહેરનાં હિતમાં લેવાતા નિર્ણય તથા વિકાસકામો થતા હોય ત્યારે અગમ્ય કારણોસર પોતાનો એક્કો સ્થાપિત કરવા અથવા તો અંગત સ્વાર્થ સિદ્ધ કરવાનાં આશયથી અડચણો ઊભી કરી રહ્યા હોવાનાં આક્ષેપ થયા છે. જ્યારે નગરપાલિકાનાં કર્મચારી અને અધિકારીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે ત્યારે બગીચા વિસ્તારમાં આવેલ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની (Jain Shwetambar Murti Pujak Sangh) એક મિલ્કતમાં ભાડાની દુકાનમાં વર્ષોથી પેટીયું રળતા આ વેપારીએ બાંધકામ જર્જરિત થઈ ગયું હોવાથી નગરપાલિકા પાસે આ ભયજનક ભાગ દૂર કરી સમારકામ કરવા માટે થોડાક સમય અગાઉ મંજૂરી માંગી હતી, જેથી નગરપાલિકાએ ચોમાસા અગાઉ કામ પૂર્ણ કરવા માટે પરવાનગી પણ આપી હતી. પરંતુ, અગમ્ય કારણોસર કેટલાક પદાધિકારીઓ આ મિલ્કતનું સમારકામ કરવાને આડે વિક્ષેપ ઊભો કરી રહ્યા હોય તેવો આક્ષેપ ભાડુઆતે કર્યો છે.
જર્જરિત ઈમારતનાં ભાગનું સમારકામ કરવા લેખિત જાણ કરી હતી
આ અંગેની વિગત એવી છે કે બગીચા વિસ્તારમાં આવેલ મૂર્તિ પૂજક જૈન સંઘની (Jain Shwetambar Murti Pujak Sangh) સ્થાવર મિલ્કતના એક ભાગમાં વર્ષોથી અજયભાઈ રામશંકર જોષી જવેલર્સની દુકાન ચલાવી રહ્યા છે. દરમિયાન વર્ષો જૂની આ ઈમારત જર્જરિત થઈ ગઈ હોવાને કારણે ગમે ત્યારે તે ધરાશયી થાય તો નુકશાન થવાની શકયતા છે, જેથી કબજેદાર ગોપાલભાઈ સુખદેવભાઈ સોનીને જર્જરિત ઈમારતનાં ભાગનું સમારકામ કરવા નગરપાલિકાએ ગત 6 જૂનનાં રોજ નોટિસ આપીને લેખિત જાણ કરી હતી.
આ પણ વાંચો - Daman : કેવળી ફળિયામાં મોટા ગટરનાળા પાસે રમતી 2 બાળકી તણાઈ, એકનું મોત
કેટલાક પદાધિકારીઓ કામ અટકાવતા હોવાનો આરોપ
ત્યારબાદ ગોપાલભાઈ સોની અને અજયભાઈ જોષી ગત 12 જૂનના રોજ નગરપાલિકાને લેખિતમાં જાણ કરીને સમારકામ કરાવવાની મંજૂરી માંગી હતી, જેથી નગરપાલિકાએ આપેલી નોટિસ બાદ આ બંને ભાડુઆતો સમારકામ કરવા તૈયાર હોવા છતાં નગરપાલિકાનાં મલાઈદાર વિભાગનાં કેટલાક પદાધિકારીઓ ગમે તે કારણસર સમારકામ કરાવા દેતા તેવો આક્ષેપ થયો છે. જો કે, પ્રશ્ન એ છે કે ચોમાસામાં કદાચ આ જર્જરિત ઈમારત પડી જાય અને કોઈ નુકસાન અથવા તો જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે ?
આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો હુકમ
ચૂંટણીમાં મતદારો મિજાજ બતાવે તો નવાઈ નહીં!
નગરપાલિકાનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પાલિકાનાં પદાધિકારીઓ અંદરોઅંદર ગમે તે મુદ્દાને લઈ ઝઘડી રહ્યા છે ત્યારે ખુદ પાલિકાનાં (Himmatnagar Municipality) કેટલાક અધિકારીઓ પણ તંગ આવી ગયા છે. લોકચર્ચા મુજબ, નગરપાલિકાનું નવું ભવન તૈયાર થઈ ગયું છે, ઉદ્ઘાટનની રાહ જુએ છે પણ તક્તી લગાવવાનાં મુદ્દે પદાધિકારીઓમાં જુથવાદને કારણે લોકાર્પણનો કાર્યક્રમ યોજાતો નથી, જેથી આખરે તો નુકશાન શહેરીજનોને થઈ રહ્યું છે. કેટલાક લોકો તો એવું જાહેરમાં કહી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં (Sabarkantha) જે તે પક્ષે ઉમેદવારોની પસંદગી કરતાં પહેલા તેમણે કરેલા કામો અને વિકાસ માટે શું કર્યું ? તે મુદ્દાને ધ્યાનમાં રાખવાની જરૂર હોવાનું એક વરિષ્ઠ નાગરિકનું કહેવું છે. નોંધનીય છે કે, નગરપાલિકાની ચૂંટણી શક્યતઃ આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થવાની શકયતા છે. ત્યારે મતદારોએ છેલ્લા 5 વર્ષના નગરપાલિકાનાં પદાધિકારીઓનાં લેખાજોખા જોશે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Gujarat High Court : મેટ્રો શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ અંગે HC નું મહત્ત્વનું અવલોકન


