Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ

સરકારી ગ્રાન્ટનો પોતાનાં અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરનારા મહિલા સદસ્ય સામે તપાસની માગ ઊઠી છે.
sabarkantha   સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ
Advertisement
  1. સાબરકાંઠા જિલ્લા પંચાયતનાં વિવાદિત મહિલા સદસ્ય બન્યા જાદુગર!
  2. સદસ્યાએ તો ભારે કરી જ્યાં ફળિયું જ નથી ત્યાં આખેઆખું ફળિયું ઊભુ કરી નાખ્યું!
  3. સરકારી ગ્રાન્ટનો પોતાનાં અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરનારા સદસ્ય સામે તપાસની માગ

સાબરકાંઠા જિલ્લાનાં તલોદ તાલુકાનાં મહિલા સદસ્ય પોતાનાં અંગત સ્વાર્થ માટે સરકારી ગ્રાન્ટ ચાઉં કરી ગયા હોવાનો ગંભીર આરોપ થયો છે. ત્યારે વધુ એક ઘટસ્ફોટ એવો થયો છે કે આ મહિલા સદસ્યાએ અન્ય કોઈ સરકારી ગ્રાન્ટ સાથે પણ ચેડાં કર્યા છે. આ મહિલા સદસ્ય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા જાદુગર બનીને ગામનું આખેઆખું ફળિયું જ ઊભું કરી દીધું, જ્યાં ફળિયું જ નથી તે ફળિયું બતાવીને ગ્રાન્ટ ઊભી કરવાની કરામત કરી હોવાનો આક્ષેપ થયો છે.

તાલુકાનાં મહિલા સદસ્ય પર સરકારી ગ્રાન્ટ ચાઉં કરવાનો આરોપ

મહિલા સદસ્ય તો એવા જાદુગર છે કે પોતાનાં સ્વાર્થ માટે અને સરકારનાં નાણા ચાઉં કરવામાં પારંગત બની ગયા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. બીજી બાજું એવી પણ ચર્ચાઓ છે કે સરકાર એમ કહી રહી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે પરંતુ, તેમના જ પક્ષના સદસ્યો ભ્રષ્ટાચાર કરીને ગામ અને ગામ લોકોનાં વિકાસના પૈસા પોતાનાં ઘર માટે ચાઉં કરી અને મોંઘીદાટ ગાડીઓમાં ફરીને રૂબાબ મારી રહ્યા છે. સદસ્યનાં ઘરની પણ માપણી થવી જોઈએ કારણ કે, ઘર બનાવવા પણ દબાણ કર્યુ હોય તો નવાઈ નહિ.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

Advertisement

જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા પણ વિવાદોમાં રહ્યા હતા

હવે આ મહિલા સદસ્ય દ્વારા જે જે વિકાસનાં કાર્યો કરાયા છે તે કામનું નિરીક્ષણ કરવું જરૂરી બન્યું છે. હવે, આખેઆખી ગ્રાન્ટ ચાઉં કરનાર સદસ્યે અન્ય ગ્રાન્ટ અને વિકાસનાં કામોમાં પણ કટકી મારી હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. હવે, ધીરે-ધીરે જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર મામલે પણ એક પછી એક અરજીઓ કરવામાં આવે તો નવાઈ નહીં. આ મહિલા સદસ્ય આમ તો જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા પણ વિવાદોમાં આવ્યા હતા પરંતુ, સત્તા પક્ષનું બેનર લઈને નિકડ્યા હતા એટલે માંડ માંડ બચી ગયા અને એ જ પક્ષનાં બેનર સાથે હવે મનમાની કરી રહ્યા છે. કારણ કે, તેમને એમ લાગી રહ્યું છે કે સત્તાપક્ષ છે એટલે મારું કોઈ બગાડી શકશે નહીં અને જિલ્લાનાં સાંસદ, બે ધારાસભ્ય પણ એ જ વિસ્તારનાં હોવાથી તેમને વધુ શક્તિ મળી હોય એટલે જ સરકારી ગ્રાન્ટ પણ ચાઉં કરી ગયા છે તેવી ચર્ચા છે.

આ પણ વાંચો - Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

સત્તાપક્ષનાં મહિલા સદસ્ય સામે કાર્યવાહી થશે ?

આ મહિલા સદસ્ય દ્વારા ખોટું ફળિયું તો ઊભું કર્યું જ છે પરંતુ, જે વિકાસની ગ્રાન્ટનાં પૈસે લગાવેલ બ્લોક સરકાર ક્યારે ઉખેડે છે એ પણ તપાસનો વિષય છે હવે, તો જનતા પણ સરકારનાં યોગ્ય ન્યાયની રાહ જોઈ રહી છે પરંતુ, આ સદસ્ય સત્તા પક્ષનાં છે તો સરકાર કે તંત્ર કામગીરી કરશે કે પછી સદસ્યને છાવરે છે એ મુદ્દો પણ હાલ જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત, વિરોધ પક્ષ આ મુદ્દે જિલ્લા પંચાયતમાં મહિલા સદસ્યને લઈને આવનાર સમયમાં વિરોધ કરે તો પણ નવાઈ નહીં.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Tags :
Advertisement

.

×