Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : હિંમતનગર સહિત ઠેર-ઠેર Ganesh Chaturthi ની ઉજવણી, શોભાયાત્રા નીકળી

પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉમંગભેર ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ થયો છે.
sabarkantha   હિંમતનગર સહિત ઠેર ઠેર ganesh chaturthi ની ઉજવણી  શોભાયાત્રા નીકળી
Advertisement
  1. Sabarkantha જિલ્લામાં ઠેર-ઠેર Ganesh Chaturthi ની ઉજવણી
  2. ગણેશ ભકતોએ આસ્થા સાથે આરતી કરી
  3. જાહેર રજા હોવાથી બજારોમાં ચહલપહલ ઘટી

Sabarkantha : જિલ્લામાં બુધવારે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે ગણેશ ભક્તોએ ભક્તિપૂર્ણ વાતાવરણમાં ગણેશ સ્થાપન કરી મંત્રોચ્ચાર સાથે આરતી કરી હતી. જો કે ગણેશ ચતુર્થી નિમિત્તે રજા હોવાને કારણે સરકારી કચેરીઓ બંધ રહેતા મોટા ભાગનાં સ્થળે લોકોની ચહલ પહલ ઓછી રહેવા પામી હતી. હિંમતનગરનાં (Himmatnagar) અનેક વિસ્તારોમાં અગાઉની વર્ષોની જેમ ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તો દ્વારા શોભાયાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ પણ ભક્તિમય બની ગયું હતું.

આ પણ વાંચો -Ganesh Chaturthi : સુરત પો. હેડ ક્વાર્ટરમાં શ્રીજી બિરાજમાન, જામનગરમાં વિદ્યાર્થીઓની અનોખી ઉજવણી

Advertisement

વિનાયકનગર, ટાવરરોડ સહિતનાં વિસ્તારોમાં ગણેશ સ્થાપના, પૂજન, આરતી કરાઈ

આ અંગેની વિગત એવી છે કે ગણેશ ચતુર્થી નિમિત્તે હિંમતનગરનાં છાપરીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસેનાં વિનાયકનગરમાં બુધવારે ગણેશ યુવક મંડળ ટ્રસ્ટ (Ganesh Yuvak Mandal Trust) સંચાલિત અષ્ટ વિનાયક ગણપતિ મંદિર દ્વારા આ વર્ષે 29 માં ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સવારે શોભાયાત્રા નીકળ્યા બાદ બપોરે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ આરતીમાં ભાગ લીધો હતો. ઉપરાંત, ટાવરરોડ પર આવેલ અમરસિંહજી શોપિંગ મોલમાં પણ ગત વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની મૂર્તિ લાવી સ્વાગત કરાયા બાદ સ્થાપન કરી આરતી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો -ગોંડલમાં Ganesh Chaturthi, શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 11 દિવસ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

પ્રાંતિજ, ઈડર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં Ganesh Chaturthi ની ભવ્ય ઉજવણી

સાથોસાથ શહેરના મહેતાપુરા, મોતીપુરા અને અન્ય વિસ્તારોમાં પણ ગણેશની શોભાયાત્રા કાઢી સ્થાપન કરવાના કાર્યક્રમો યોજાયા હતા. કેટલીક સોસાયટીઓમાં પણ ભાવપૂર્વક ગણેશ સ્થાપન કરી આરતીનું આયોજન કરાયું હતું. જો કે કેટલાક પરિવારો ગણેશ ચતુર્થીની ઉજવણી ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને દસ દિવસ સુધી રોજ બે ટાઈમ આરતીનું આયોજન કરે છે. હિંમતનગર તાલુકાનાં શેરડીટીંબા ગામે ગણેશ યુવક મંડળનાં નેજા હેઠળ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગણપતિ સ્થાપન કરાયા બાદ ભક્તિભાવ સાથે આરતીનું આયોજન કરાયું હતું, જેમાં ગામની બાલિકાઓ તથા ભૂલકાઓ સંગીતનાં તાલે ગણેશની આરાધના કરી હતી. ઉપરાંત પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉમંગભેર ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગામડાઓમાં ખાસ કરીને સવારે અને સાંજે અનેક મહિલાઓ, પુરૂષો, યુવાનો તથા નાના બાળકો ઉપસ્થિત રહીને આરતીનો લાભ લે છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય , સાબરકાંઠા 

આ પણ વાંચો -Vadodara : શહેરના પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ, દબદબાભેર શ્રીજી બિરાજ્યા

Tags :
Advertisement

.

×