Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : હિંમતનગર પાલિકાનાં પદાધિકારીનો અડધીરાતે રૂઆબ કે દાદાગીરી ?

પદાધિકારીના ઈશારે જવેલર્સ પરિવારના એક શિક્ષિત મહિલાને રાત્રે જ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હોવાની પણ વાત સામે આવી છે.
sabarkantha   હિંમતનગર પાલિકાનાં પદાધિકારીનો અડધીરાતે રૂઆબ કે દાદાગીરી
Advertisement
  1. Sabarkantha જિલ્લાની હિંમતનગર નગરપાલિકાનાં પદાધિકારી વિવાદમાં સપડાયા!
  2. હિંમતનગરમાં મકાનનું સમારકામ કરતા ભાડુઆતને અડધીરાતે પોલીસ સ્ટેશન બોલાવાયા!
  3. ટ્રસ્ટની માલિકીનાં મકાનમાં રહેતા ભાડુઆત જર્જરિત દુકાનનું સમારકામ કરતા હતા
  4. બાંધકામ સમિતિનાં ચેરમેન પોલીસને લઈ સ્થળ પર પહોંચ્યા

સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) હિંમતનગર નગરપાલિકાનાં પદાધિકારીઓ પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે રોજબરોજ નવા-નવા તાયફા કરી રહ્યા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. અહેવાલ અનુસાર, બુધવારે મોડી રાત્રે નગરપાલિકાનાં (Himmatnagar Municipality) બાંધકામ વિભાગના ચેરમેને પોતાનો રૂઆબ બતાવવા માટે બી-ડિવિઝન પોલીસને સાથે રાખી બગીચા વિસ્તારમાં આવેલ ટ્રસ્ટની માલિકીનાં મકાનમાં રહેતા ભાડુઆત જર્જરિત દુકાનનું સમારકામ કરતા હતા ત્યારે આ પદાધિકારીએ પોલીસને સાથે રાખી રૂઆબ સાથે મકાન માલિકને જાણે કે પોતે કાયદાનાં નિષ્ણાંત હોય તેમ વાત કરીને દુકાનનાં મહિલા ભાડુઆતને રાત્રે પોલીસ સ્ટેશનમાં બોલાવી નિવેદન લીધું. ત્યારે હવે શહેરીજનો પણ નગરપાલિકાનાં પદાધિકારીઓની રહેણી કરણી અને વર્તનને લઈ ટીકાપાત્ર બની રહ્યા છે.

ટ્રસ્ટની મિલકત દુકાન જર્જરિત હોવાથી ભાડુઆતે સમારકામ માટે રજૂઆત કરી હતી

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બગીચા વિસ્તારમાં આવેલ શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘની (Jain Shwetambar Murti Pujak Sangh) મિલ્કત પૈકી એક દુકાનમાં જવેલર્સનો ધંધો કરતો પરિવાર લગભગ 1947 થી ભાડું ચુકવીને જવેલર્સનો વ્યવસાય કરી રહ્યા છે. દરમિયાન વર્ષો જૂની આ મિલકત જર્જરિત બની ગઈ હોવાને કારણે નગરપાલિકા દ્વારા સમારકામ કરાવવા માટે લેખિતમાં નોટિસ આપી હતી. જો કે, બગીચા વિસ્તારમાં દિવસો લોકોની અવરજવર વધુ રહેવાને કારણે સમારકામ રાત્રે કરવાનું નક્કી કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો -Bhavnagar : પાણી ભરેલા ખાડામાં 3 માસૂમ બાળક પડ્યા, 2 નું મોત, 1 નો આબાદ બચાવ

Advertisement

બાંધકામ વિભાગના ચેરમેન પોલીસ સાથે પહોંચ્યા અને ભાડુઆત સાથે દલીલ કરી

સૂત્રો અનુસાર, બુધવારે મોડી રાત્રે નગરપાલિકાનાં બાંધકામ વિભાગના ચેરમેને ગમે તે કારણસર અન્ય એક પદાધિકારીની સાથે પોલીસ કાફલો લઈને આવ્યા બાદ ભાડુઆત સાથે ઉગ્ર ચર્ચા કરી હતી, જેમાં ભાડુઆતે કરેલી દલીલને અયોગ્ય ગણાવી આ પદાધિકારીએ નોટિસનાં અર્થનું પોતાની રીતે અર્થઘટન કરી શોરબકોર મચાવી દીધો હતો. ત્યારબાદ આ પદાધિકારીના ઈશારે જવેલર્સ પરિવારના એક શિક્ષિત મહિલાને રાત્રે જ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હોવાની પણ વાત સામે આવી છે. જો કે, નિયમ એવો છે કે કોઈ ગંભીર ગુનો હોય તો પણ ખાસ કરીને મહિલાને રાત્રે નિવેદન લખાવવાના બહાને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાય નહીં, તેવી કાયદામાં જોગવાઈ હોવાનું આ શિક્ષિત મહિલાનું કહેવું છે. છતાં સત્તાનાં જોરે અને પદાધિકારીનાં ઈશારે આ મહિલાને પરાણે પોલીસ સ્ટેશનમાં (Himmatnagar Police) જઈ નિવેદન લખાવવું પડ્યું હતું પરંતુ તેની કોપી આપવાનો ઈન્કાર કર્યો હોવાનો આ શિક્ષિત મહિલાએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો -Jamnagar : શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત!

જવેલર્સ પરિવારના એક શિક્ષિત મહિલાને રાત્રે જ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા

બીજી તરફ આ અંગે શિક્ષિત મહિલાએ પાલિકાનાં ચીફ ઓફિસર સાથે વાત કરતાં ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે, પદાધિકારી ગમે તે હોય તો પણ રાત્રે ગમે તે સ્થળે જઈને કાર્યવાહી બંધ કરાવવાની સત્તા નથી. હવે, જોવાનું એ રહે છે કે જવેલર્સ પરિવારના આ વિવાદમાં જયારે સત્ય બહાર આવશે ત્યારે પક્ષના જવાબદાર પદાધિકારીઓ કેવા પગલાં લઈને આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં ચીવટ રાખે છે કે નહીં! તે જોવાનું રહ્યું. દરમિયાન આ મામલે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે (District BJP President Kanubhai Patel) પણ એવો મત વ્યક્ત કર્યો હતો કે પદાધિકારી પોતાની મનસુફી મુજબ શહેરીજનોને (Sabarkantha) રાત્રે જઈ રોફ જમાવે તે યોગ્ય નથી. જરૂર પડે અમે પણ તપાસ કરીને આ પદાધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી કરીશું.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો -Ambaji : આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, નવા સરપંચ સહિત ભક્તો મંદિરે પહોંચ્યા

Tags :
Advertisement

.

×