Sabarkantha: ઈડરમાંથી ઝડપાયો નકલી ફૂડ ઇન્સ્પેક્ટર, વેપારીઓને શંકા જતા ચખાડ્યો મેથીપાક
- બે દિવસથી ઈડરના વેપારીઓને કરતો હતો પરેશાન
- નકલી ફુડ ઇન્સ્પેક્ટરને ઇડર પોલીસને હવાલે કરાયો
- નકલી ફુડ ઇન્સ્પેક્ટર CCTVમાં કેમેરામાં થયો કેદ
Sabarkantha: ગુજરાતમાં અત્યારે નકલી નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે. કોઈ એવું ખાતુ બાકી નથી રહ્યું કે જેમાં નકલી અધિકારી ના ઝડપાયો હોય! આવા લોકો સામે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અત્યારે ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠાના ઇડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gandhinagar : GAS કેડરનાં 11 અધિકારીઓને બઢતી અપાઈ, જુઓ લિસ્ટ
વેપારીઓએ આ મામલે શંકા જતા તેને મેથીપાક પણ ચખાડ્યો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, બે દિવસથી ઈડરના વેપારીઓને પરેશાન કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વેપારીઓએ આ મામલે શંકા જતા તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. અત્યારે આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને વેપારીઓએ ઇડર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર CCTV કેમેરામાં પણ કેદ થયો છે. આવા અધિકારીઓ સામે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: જાણીતા લોકસાહિત્યકાર Devayat Khavad ફરી એકવાર આવ્યાં વિવાદમાં! જાણો શું છે મામલો
નકલી અધિકારી ઝડપાય તો પોલીસને જાણ કરવી જોઈએ
નોંધનીય છે કે, ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, નકલી આઈપીએસ અધિકારી, નકલી જીએસટી અધિકારી, નકલી ઈન્કમ ટેક્સ અધિકારી અને અનેક નકલી કચેરીઓ પણ ઝડપાઈ ચૂકી છે. જો કે, સરકાર અને પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવા નકલી અધિકારીઓના કારણે લોકો અસલી અધિકારીઓ પર પણ શંકા કરતા હોય છે. સ્વાભાવિક છે કે, અત્યારે લોકો ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આવા કોઈ નકલી અધિકારીની ઓળખ થયા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.


