Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : વિવિધ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ! ખેડૂતોમાં ચિંતા

ગત વર્ષે સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં લગભગ 70 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો..
sabarkantha   વિવિધ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ  ખેડૂતોમાં ચિંતા
Advertisement
  1. સાબરકાંઠા જિલ્લામાં લગભગ 10 દિવસ વરસાદનું વહેલુ આગમન (Sabarkantha)
  2. જિલ્લાના પ્રાંતિજ, તલોદ અને પોશીના પંથકમાં ઓછા વરસાદથી ખેડૂતો ચિંતામાં
  3. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ પંથકમાં ઓછો વરસાદ
  4. રવિવારે ધીમી ધારે પડેલા વરસાદે સાબરકાંઠાવાસીઓનો રવિવાર બગાડયો

ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં પ્રજાની ધારણા કરતાં લગભગ 10 દિવસ વરસાદનું વહેલુ આગમન થયું હતું. પરંતુ, અત્યારે લોકવાયકા મુજબ ચોમાસાની જુવાની ચાલી રહી હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ પડયો છે. ત્યારે પ્રાંતિજ, તલોદ અને પોશીના પંથકમાં અનેક ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

આ પણ વાંચો - Junagadh : કેશોદમાં વકીલ યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું, આપઘાત પહેલા લખી સુસાઇડ નોટ

Advertisement

ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં લગભગ 70 ટકાથી વધુ વરસાદ પડયો હતો

આ અંગેની વિગત એવી છે કે ગત વર્ષે સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં લગભગ 70 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો, જેના લીધે જિલ્લામાં આવેલા જળાશયોમાં પણ પાણીની આવક એકંદરે સંતોષકારક રહી હતી અને ખાસ કરીને ગુહાઇ, હાથમતી અને ધરોઇ ડેમનાં કાંઠાવાળા વિસ્તારોમાં શિયાળામાં પાકનાં વાવેતર માટે કેનાલ મારફતે પાણી અપાયું હતું.

Advertisement

પ્રથમ વરસાદ વહેલો થતાં ઉનાળું પાકને નુકસાનની ભીતિ

બીજી તરફ આ વર્ષે અગાઉના વર્ષોની જેમ સાબરકાંઠામાં ચોમાસાનું આગમન લગભગ 20 મી જૂનની આસપાસ થયું છે. ત્યારે આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ લગભગ 3 જૂનની આસપાસ પડયો હતો, જેના લીધે ઉનાળું પાક બાજરી, મગફળી અને મગના પાકમાં જીવાત પડી જતા હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઇડર તાલુકામાં ઉનાળું વાવેતર કરનાર ખેડૂતોને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. એટલું જ નહીં પણ ખાસ કરીને વડાલી તાલુકામાં શાકભાજી પકવતા ખેડૂતોને પણ નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો - Gandhinagar : રોડની ખરાબ સ્થિતિને લઇ હાઈલેવલ બેઠક, ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં સૂચના

જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો ?

ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ, સાબરકાંઠા જિલ્લામાં 6 જુલાઇ સુધીમાં સૌથી વધુ વરસાદ વડાલી તાલુકામાં 842 મીમી (34 ઇંચ), ખેડબ્રહ્મા તાલુકામાં 724 મીમી (29 ઇંચ) અને ઇડર તાલુકામાં 715 મીમી (28 ઇંચ) વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે તેની સામે હજું સુધી પ્રાંતિજ તાલુકામાં અંદાજે 333 મીમી (13 ઇંચ), વિજયનગર તાલુકામાં 381 મીમી (15 ઇંચ), હિંમતનગરમાં 376 મીમી (15 ઇંચ), તલોદ તાલુકામાં 342 મીમી (14 ઇંચ) જયારે પોશીના તાલુકામાં સૌથી ઓછો એટલે કે 262 મીમી (11 ઇંચ) વરસાદ પડયો છે, જેના લીધે ખાસ કરીને ડાંગર પકવતા પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ તાલુકાના ખેડૂતો ડાંગરની રોપણી કરતા ખચકાઇ રહ્યા છે. જો કે કેટલાક ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનો રિપોર્ટ

દરમિયાન છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકામાં 54 મીમી (2 ઇંચ), ઇડરમાં 14 મીમી (અડધો ઇંચ), હિંમતનગરમાં 31 મીમી (1.5 ઇંચ), જયારે પ્રાંતિજમાં 10, તલોદમાં 11 અને પોશીના તાલુકામાં ફકત 7 મીમી વરસાદ પડયો હતો. જો કે રવિવારે ધીમી ધારે અવારનવાર વરસાદી ઝાપટા પડવાને કારણે જિલ્લાવાસીઓનો રવિવારે બગડી ગયો હોય તેમ ઘરમાં રહેવાની નોબત આવી હતી. બીજી તરફ સોમવારે સાવરે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં 5 મીમી, વિજયનગરમાં 1 મીમી, જયારે વડાલી તાલુકામાં 9 મીમી વરસાદ પડયો હતો.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, સભ્યોનાં ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×