Sabarkantha: ગંદકીના સામ્રાજ્યથી લોકો ભારે પરેશાન! સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો કોને આપશે મત?
- પ્રાંતિજ નગરપાલિકાની સમસ્યાઓથી લોકો ભારે પરેશાન
- ટ્રાફિક, રોડ અને ગંદકીના કારણે લોકોમાં જોવા મળ્યો રોષ
- આવી સમસ્યાઓના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા
Sabarkantha: નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રાંતિજના લોકો અને નેતાઓ પાસે જાણીશુ કે કેવો થયો વિકાસ? શુ આ ચૂંટણીમાં કમળ પર પંજો ભારી પડશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રાંતિજ નગરપાલિકાની વાત કરીશુ કે જ્યા અનેક સમસ્યાઓ ઉભી જ છે. એક તો પાલિકામાં બે વર્ષથી વહીવટદાર છે, તો પાલિકાના વીજ કનેક્શન 04 થી 04 વખત કપાઈ ગયા છે.
આ પણ વાંચો: થાન નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, સિરામિક ઉધોગકારોમાં ભારે નારાજગી
આવી ગંદકીની તો કોઈ લોકો સવાલ તો કરવાના જ છે ને!
આ સાથે સમસ્યાની વાત કરીએ તો ભારે ટ્રાફિક સર્જાય છે, રોડ રસ્તાઓ ખખડધજ બન્યા છે ગંદકીની તો કોઈ વાત જ ન પુછાય! આ ઉપરાંત પાલિકા દ્રારા ટાઉન હોલ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ ટાઉન હોલ ખખડધજ છે ખુરશીઓ ટુટી ગઈ છે તો કાચ ટુટી ગયા છે. અસામાજીક તત્વોનો અડ્ડો આ ટાઉન હોલ બની ગયો છે. છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ શાસન કરી રહી છે છતા પણ કોઈ સમસ્યાનુ સમાધાન નથી આવ્યુ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો: ChhotaUdepur નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જીત વિશે શું કહે છે નેતાઓ?
કોંગ્રેસનો દોવો છે કે, ભાજપના હાથેથી સત્તા છીનવાય જશે
નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટની ટીમે ભાજપ સાથે સંપર્ક સાધ્યો તો ભાજપના કોઈ ઉમેદવાર કંઈ કહેવા માટે પણ તૈયાર નથી. કોઈએ આક્ષેપ પર કોઈ જવાબ જ ન આપ્યો જેના કારણે કોંગ્રેસ અપક્ષ દ્વારા આક્ષેપ કરાયા તેનુ કોઈ યોગ્ય જવાબ ન મળતા આ વખતે ભાજપના હાથેથી સત્તા છીનવાય તેવા સુર કોંગ્રેસ કરી રહી છે. પરંતુ હવે જોવાનું એ છે કે, લોકો આ વખતે કોના પર જીતનો તાજ પહેરાવે છે! એક વાત તો નક્કી છે કે, આ વખતે ચૂંટણીનો જંગ ભારે રસાકસી ભર્યો રહેવાનો છે.


