નગરજનોની વેદના તંત્ર કયારે ધ્યાને લેશે, હાથમતી નદીમાં ગંદકીનું સામ્રાજય, વાંચો અહેવાલ
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
હિંમતનગરની હાથમતી નદી છોડાતા ગટરના પાણીથી દુર્ગંધ ભરી અને બાવળીયાના ઝાડથી જંગલ વિસ્તાર સમી બની જતા શહેરના જાગૃત નાગરીકે સબંધીત તંત્રો સમક્ષ લેખીત રજુઆત કરી સ્વચ્છતા અભિયાન હેઠળ નદીની સાફ સફાઈ કરાવવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નદી કિનારે ધાર્મીક દેવસ્થાનો આવેલા હોઈ નદીમાંથી પસાર થતા દર્શનાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.
નદીમાં વ્યાપક પ્રમાણમાં બાવળીયા સાથે જંગલી ઝાડના ઝુંડ ફેલાઈ જતા તેને હટાવવાની નગરજનોમાં ઉઠી માંગ
શહેરની હાથમતી નદીમાં ગંદકીના સામ્રાજયની ફરીયાદોતો અનેકવાર ઉઠવા પામી છે. મહેતાપુરાથી ન્યાય મંદિર તરફ જતા ક્રોઝવે પર પાલિકાનુ ગંદકી ન ફેલાવવાનું નોટીસ બોર્ડ લાગવા છતાં ત્યાંજ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ઉપરાંત નદીમાં ગટરના પાણી છોડાતા માર્ગ પરથી પસાર થતા લોકોને અનેક જીવજંતુઓ સાથે દુર્ગંધની હાલાકીનો ભોગ બનવુ પડે છે. આ ઉપરાંત નદીમાં વ્યાપક પ્રમાણમાં બાવળીયા સાથે જંગલી ઝાડના ઝુંડ ફેલાઈ જતા તેને હટાવવાની માંગ નગરજનોમાં ઉઠી છે.
સિંચાઈ વિભાગ, નગરપાલિકા, કલેક્ટર અને હિંમતનગર મામલતદાર સહિતના સબંધીત તંત્રો સમક્ષ લેખીત રજુઆત
શહેરના જાગૃત નાગરીક કુમારજી ભાટે શુક્રવારે હાથમતી નદીમાં થતી ગંદકી, બાવળના જંગલ સાફ કરાવવા અંગે સિંચાઈ વિભાગ, નગરપાલિકા, કલેક્ટર અને હિંમતનગર મામલતદાર સહિતના સબંધીત તંત્રો સમક્ષ લેખીત રજુઆત કરી નદીને સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ કરાવવાની માંગ કરી છે. નદીમાં વર્ષો પહેલા શુધ્ધ પાણી રહેતુ હતુ પરંતુ ગટરનું પાણી છોડાતા અને બાવળીયાના ઝાડ ઉગી નિકળવાના કારણે નદી જંગલ વિસ્તાર જેવી અને ગંદકી ભરી બની રહ્યાની રાવ કરી છે ત્યારે જવાબદાર તંત્રો જાગૃત નાગરીક સહિત હાલાકી ભોગવતા નગરજનોની વેદનાને ધ્યાને લઈ હાથમતી નદીને સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ કરાવવા કાર્યવાહી કરશે?
આ પણ વાંચો : 9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


