Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, સભ્યોનાં ગંભીર આરોપ

6 સભ્યોએ મહિલા સરપંચની કામગીરીથી નારાજ થઇ અગાઉ પંચાયતનાં તલાટીને અવિશ્વાસની દરખાસ્ત માટે લેખિતમાં જાણ કરી હતી.
sabarkantha   ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત  સભ્યોનાં ગંભીર આરોપ
Advertisement
  1. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગ્રામ પંચાયતનો મામલો (Sabarkantha)
  2. મહિલા સરપંચ અને તેમના પતિ સામે સભ્યોનો ગંભીર આરોપ
  3. વિશ્વાસમાં લીધા વગર મનમાની ચલાવી કામગીરી કરતા હોવાનો આરોપ
  4. સરકારી નાણાંનો ઉપયોગ અગંત હિત માટે કર્યો હોવાનો સભ્યોનો આક્ષેપ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગ્રામ પંચાયતનાં (Chithoda Gram Panchayat) મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા પંચાયતનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની ચલાવીને કામગીરી કરાઇ રહી હોવાનાં ગંભીર આરોપ થયા છે. પંચાયતનાં 6 સભ્યોએ મહિલા સરપંચની કામગીરીથી નારાજ થઇને થોડાક દિવસ અગાઉ પંચાયતનાં તલાટીને અવિશ્વાસની દરખાસ્ત માટે લેખિતમાં જાણ કરી હતી. પરંતુ, હજુ સુધી તાલુકા વિકાસ અધિકારી અથવા તો સંલગ્ન વિભાગ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત (No-Confidence Motion) અંગે ચર્ચા કરવા માટે કોઇ કાર્યવાહી થઇ નથી તેવો આક્ષેપ દરખાસ્ત રજૂ કરનાર સભ્યોએ કર્યો છે.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢ બાર એસો.ની માગ, જેના ઇશારે આ બધું થયું, તેની સામે..!

Advertisement

મહિલા સરપંચ અને તેમના પતિ મનમાની કરતા હોવાનો સભ્યોનો આરોપ

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ચિઠોડા ગ્રામ પંચાયતનાં (Chithoda Gram Panchayat) સરપંચ સવિતાબેન બચુભાઇ અસારી તથા તેમના પતિ જયારથી ચૂંટાયા છે, ત્યારથી પંચાયતનાં કામો કરવા માટે અથવા તો ખર્ચ કરવા અંગે સભ્યોને જાણ કરવામાં આવતી નથી. એટલું જ નહીં પણ મહિલા સરપંચનાં પતિ નિયમ વિરુદ્ધ પંચાયતનું તમામ કામકાજ કરે છે એવો પણ આરોપ છે. ગત 13 જૂનનાં રોજ ચિઠોડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં તલાટીને અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં કરાયેલા આક્ષેપ મુજબ સરપંચ સરકારી ગ્રાન્ટમાંથી (Sabarkantha) પોતાના વ્યકિતગત કામો કરાવે છે, જેમાં સરકારી બોર-મોટર તથા સંરક્ષણ દિવાલનો સમાવેશ થાય છે. સાથો-સાથ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ગટરલાઇન તથા ગામના રસ્તાઓ પર રાત્રે કરાતી લાઇટોમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાનો સભ્યોનો આરોપ છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : પાલીતાણાના વાતાવરણમાં આવ્યો પલટો, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો

અવિશ્વાસની દરખાસ્ત અંગે કોઇ કાર્યવાહી ન થતાં સભ્યોમાં નારાજગી!

બીજી તરફ ગુજરાત પંચાયત અધિનિયમની (Gujarat Panchayat Act) જોગવાઇ હેઠળ જયારે પણ કોઇપણ ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ સભ્યો ગમે તે કારણસર અવિશ્વાસની દરખાસ્ત (No-Confidence Motion) લાવવા માટે તલાટી અથવા તો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરે તે પછી લગભગ 20 થી 25 દિવસમાં બેઠક બોલાવવાની હોય છે. તેમ છતાં ગમે તે કારણસર ચિઠોડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં (Chithoda Gram Panchayat) સરપંચ વિરુદ્ધ રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત અંગે કોઇ કાર્યવાહી ન થતાં સભ્યો અને ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

અવિશ્વાસની દરખાસ્તમાં કયાં સભ્યોએ સહી કરી ?

- વોર્ડ નં.2, ભગોરા શિલ્પાબેન અમૃતલાલ
- વોર્ડ નં.3, પરમાર પિનલબેન ચંદુભાઇ
- વોર્ડ નં.4, રેંટીયા લક્ષ્મણભાઇ પુંજાભાઇ
- વોર્ડ નં.5, કોટવાળ રાજુભાઇ દલજીભાઇ
- વોર્ડ નં.8, બોદર રસિકભાઇ રૂપસીભાઇ
- વોર્ડ નં.9, મોઢ પટેલ પોપટલાલ જીવણભાઇ

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Jamnagar : બે માસ પહેલા ફિનાઇલ પીધું, બચી જતા હવે ફાંસો ખાદ્યો, 32 વર્ષીય યુવતીનો આપઘાત

Tags :
Advertisement

.

×