Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : અસામાજીક તત્વોની હવે ખેર નથી! સાબરકાંઠા પોલીસે અસામાજિક પ્રવૃતિ કરનાર સામે થશે કડક કાર્યવાહી

ગુજરાતનાં ડીજીપી વિકાસ સહાયનાં આદેશ બાદ ગુજરાતનાં તમામ એસપી દ્વારા અસામાજીક તત્વોની યાદી બનાવી તેઓની અટકાયત કરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી ડીજીપીને મોકલવાની તજવીજ હાથ ધરી છે.
sabarkantha   અસામાજીક તત્વોની હવે ખેર નથી  સાબરકાંઠા પોલીસે અસામાજિક પ્રવૃતિ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Advertisement

અમદાવાદમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ આમ પ્રજાના માનસમાં અસામાજીક તત્વોને કાયદાનો કોઈ ખોફ રહયો નથી. તેવી છાપ ભલે ઉપસી હોય પણ પોલીસ તંત્રએ તરતજ આ અસામાજીક તત્વોને જાહેરમાં દંડાવાળી કરીને તેમની શાન ઠેકાણે લાવી દીધી છે. ત્યારે ગુજરાતમાં આવી ઘટનાઓનું પૂનરાવર્તન ન થાય તે માટે ગૃહ મંત્રીની સુચના બાદ રાજયના પોલીસવડાએ તમામ જિલ્લાઓના ઉચ્ચઅધિકારીઓને ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવાના આદેશના ભાગરૂપે સાબરકાંઠાના પોલીસવડાએ તમામ તાલુકાઓમાં આવેલા પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવી દીધી છે. જે આધારે ૧૦૦થી વધુ લોકોની યાદી તૈયાર કરી દેવાઈ છે. જયારે કેટલાક તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે. પોલીસે તૈયાર કરેલ યાદી હવે રાજયના પોલીસવડાને મોકલી અપાશે.

Gujarat Police

Advertisement

સાબરકાંઠા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો

આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલના જણાવાયા મુજબ DGP વિકાસ સહાયના આદેશ બાદ સાબરકાંઠા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા તત્વો, બુટલેગરો, મિલ્કત સબંધી ગુનામાં સંક્રળાયેલા લોકો સામે અગાઉ ફરીયાદ નોંધાઈ હોય તેવા તત્વો વિરૂધ્ધ પોલીસે અટકાયતી પગલા લઈ લીધા છે. સાથો સાથ ધીરધારના વ્યવસાય સાથે સંક્રળાયેલા કેટલાક ફાઈનાન્સરો વિરૂધ્ધ પઠાણી વ્યાજની ઉઘરાણી અને ખોટી રીતે પરેશાન કરનાર લોકોને પણ પોલીસ તંત્ર આગામી સમયમાં પાઠ ભણાવશે.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar : ગાંધીનગરની GNLU બોયઝ હોસ્ટેલમાં વિધાર્થીનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

જરૂર પડે પોલીસ શિક્ષાત્મક પગલા લેશે

આ ઉપરાંત દુષ્કર્મ, છેડતી, લૂંટ, વાહન ચોરી તથા ગેરકાયદે મંડળી રચી સુલેહ શાંતિનો ભંગ કરનાર કેટલાક લોકો સામે પણ હવે જરૂર પડે પોલીસ શિક્ષાત્મક પગલા લેશે. જોકે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ ૧પ૦થી વધુની નામ જોગ યાદીને આખરી ઓપ અપાઈ ગયો છે જેનું મંગળવારે જિલ્લા પોલીસવડા વિહંગાવલોકન કર્યા બાદ તેને ઉચ્ચ કક્ષાએ મોકલી આપશે. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે ગેરકાયદે હથિયાર, નિયમ વિરૂધ્ધ વાહનો ચલાવતા કેટલાક વાહન ચાલકો સામે પણ પોલીસે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. જેમાં અંદાજે ૭૦થી વધુ લોકોનો સામાવેશ થાય છે.

(યશ ઉપાધ્યાય- સાબરકાંઠા)

Tags :
Advertisement

.

×