Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં

Sabarkantha: પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં ભાજપના કેટલાક બળવાખોરોએ પક્ષની વિરૂધ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ મંગળવારે સાંજે
sabarkantha  પ્રાંતિજ તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં
Advertisement
  1. જિલ્લા ભાજપના તીખા તેવર, સ્થાનિક કક્ષાએથી વિગતો મંગાવી
  2. આગામી દિવસોમાં પક્ષ વિરૂધ્ધ કામગીરી કરનારને ચેતી જવા સૂચના
  3. આઠથી વધુ બળવાખોરોને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરાયા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 16 ફેબ્રુઆરી યોજાનાર ચૂંટણી પૂર્વે પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં ભાજપના કેટલાક બળવાખોરોએ પક્ષની વિરૂધ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ મંગળવારે સાંજે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આઠથી વધુ બળવાખોરોને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરી દેવાયા છે. હજુ પણ આ બંને નગરપાલિકામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બળવાખોરોને મદદ કરનાર ટેકેદારો તથા તેમના હિતેચ્છુઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા ભાજપ દ્વારા બુધવારે સ્થાનિક કક્ષાએથી વિગતો મંગાવી છે. જેની તપાસ કર્યા બાદ મોવડી મંડળ આગળની કાર્યવાહી કરશે.

Advertisement

ભાજપે ટિકિટ ના આપી તો છ ઉમેદવારોએ બળવો કર્યો

આ અંગે જિલ્લા ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાસ કરીને પ્રાંતિજ નગરપાલિકામાં શાસનની ધુળા સંભાળતા અને અગાઉ હોદ્દો ભોગવી ચુકેલા કેટલાક પદાધિકારીઓને આ વખતે યોજાનાર ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન આપીને બાદબાકી કરી હતીં. એટલુ જ નહીં પણ પ્રદેશના મોવડીઓની સુચના બાદ સાબરકાંઠા ભાજપના અગ્રણીઓએ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં બળવાખોર તરીકે અપક્ષ ઉમેદવારી નોંધાવતા વોર્ડ નંબર 02, 03, 04 અને 06માં ચૂંટણી લડતા બળવાખોરને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન

શિસ્તભંગના પગલા લઈને તેમને 06 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

આ જ પ્રમાણે તલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 04, 05 અને 06માં ચૂંટણી લડી રહેલા ત્રણ બળવાખોરો વિરૂધ્ધ પણ જિલ્લા કક્ષાએથી શિસ્તભંગના પગલા લઈને તેમને 06 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં ચૂંટણી લડી રહેલા બળવાખોરોને ભાજપની વિચારસરણી ધરાવતા કેટલાક કાર્યકરો અને પદાધિકારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીતાડવા માટે ખાનગીમાં પ્રચાર કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. જેના આધારે જિલ્લા ભાજપના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ બુધવારે બંને નગરપાલિકાના ચૂંટણી ઈન્ચાર્જ તથા વફાદાર કાર્યકરોને તાકીદ કરી છે કે, જો આ બળવાખોરોને મદદ કરતા પક્ષના કાર્યકરોની હરકતો અંગે જાણકારી મળે તો તરતજ જિલ્લા સંગઠનને જાણ કરવાનું કહેવાયું છે.

આ પણ વાંચો: Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું

પરિણાણ શું આવશે એ તો ચૂંટણી પછી જ ખબર પડશે

બીજી તરફ જિલ્લા કક્ષાએથી પણ ખાનગી રાહે તપાસ કરાવાઈ રહી છે. આમ જોવા જઈએ તો ત્રણ નગરપાલિકા પૈકી ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોઈ વિવાદ કે વિખવાદ ઉભો થયો નથી. સાથો સાથ ત્રણ તાલુકા પંચાયતની ચાર પેટા બેઠકો માટે ભાજપે આપેલ મેન્ડેટ બાદ કાર્યકરોમાં કોઈ રોષ નથી. પરંતુ અત્યારે તો જિલ્લા ભાજપ માટે પ્રાંતિજ અને તલોદ નગરપાલિકાની ચૂંટણી એસિડ ટેસ્ટ સમાન બની છે. ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં પક્ષથી નારાજ થઈને જે બળવાખોરોએ આ વખતે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે ત્યારે તે પૈકીના કેટલાક બળવાખોરોએ ભુતકાળમાં સ્થાનિક અને જિલ્લા કક્ષાએ હોદ્દા ભોગવી ચુકયા છે. તેમ છતાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ કેમ કરી છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાની એરણે ચઢયો છે. જેથી હવે આગામી સમયમાં આવા બળવાખોરોને પક્ષ દ્વારા શાન ઠેકાણે લાવવા માટે કડક કાર્યવાહી કરે તે પક્ષ માટે ઈચ્છનીય છે.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Accident: મહાકુંભમાંથી આવી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, અચાનક બ્રેક ફેલ થતાં બસ પલટી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×