Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : ભાવફેરનો વિવાદ વકર્યો, સાબર ડરીના ચેરમેન અને MD ને સહકાર મંત્રીએ ગાંધીનગર બોલાવાયા

સાબર ડેરીના ભાવફેરનો વિવાદ વકર્યો છે. એક વિરોધ પ્રદર્શનકારીનું મૃત્યુ થયા બાદ સાબરડેરીના ચેરમેન અને MDને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર બોલાવ્યા છે. વાંચો વિગતવાર.
sabarkantha   ભાવફેરનો વિવાદ વકર્યો  સાબર ડરીના ચેરમેન અને md ને સહકાર મંત્રીએ ગાંધીનગર બોલાવાયા
Advertisement
  • સાબર ડેરીના ભાવફેરનો વિવાદ વકર્યો છે
  • એક વિરોધ પ્રદર્શનકારીનું મૃત્યુ થતા ચકચાર મચી ગઈ છે
  • સહકાર મંત્રી વિશ્વકર્માએ સાબર ડેરીના ચેરમેન અને MD ને ગાંધીનગર બોલાવ્યા છે

Sabarkantha : સાબર ડેરીના ભાવ વધારાના વિરોધમાં જોરશોરથી પ્રદર્શન થયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને નુકસાન કર્યુ હતું. આ પછી પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે 20 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘર્ષણમાં ઝીંઝવાના અશોક પટેલ (Ashok Patel) નું કરુણ મૃત્યુ થતાં વિવાદ વકરી ગયો છે. અશોક પટેલના મૃત્યુ બાદ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાબર ડેરીના ચેરમેન અને MD ને ગાંધીનગર બોલાવ્યા છે.

એક પશુપાલકનું મૃત્યુ થયું

સાબર ડેરીના ભાવફેરના વિરોધમાં પોલીસ અને પશુપાલકો વચ્ચેનું ઘર્ષણ જીવલેણ સાબિત થયું છે. આ ઘર્ષણમાં ઝીંઝવાના અશોક પટેલને પોલીસે છોડેલા ટીયર ગેસથી ગભરામણ થઈ હતી. તેમને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન અશોક પટેલનું મૃત્યુ થતા હવે આ વિવાદ વકરી ગયો છે. અત્યારે હિંમતનગર સિવિલમાં મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. ટીયરગેસના લીધે મૃત્યુ થયું હોવાનો મૃતકના મોટાભાઈએ આરોપ લગાવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી સામે આવી

ગાંધીનગરથી તેડું

સાબર ડેરીના ભાવફેરના વિરોધમાં પશુપાલકો અને પોલીસના ઘર્ષણમાં અશોક પટેલનું મૃત્યુ થયું છે. મૃતકના મોટાભાઈએ ટીયરગેસના લીધે મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) એ સાબર ડેરીના ચેરમેન અને MD ને ગાંધીનગર બોલાવ્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના 64 મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો , વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

Tags :
Advertisement

.

×