Sabarkantha : ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! ચેરમેને સેવ્યું મૌન, તપાસ થાય તો મોટા ખુલાસા થવાની વકી
- ઈડર માર્કેટયાર્ડનું ભરતી પ્રકરણ, ચાવવાના અને બતાવવાના જુદા! (Sabarkantha)
- ઈડર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ! સગા-વ્હાલાની નીતિ હેઠળ 15 ને નોકરી અપાયાનો આરોપ
- ચેરમેને ભરતી બાબતે મૌન સેવ્યું, જિલ્લા રજિસ્ટ્રારે તપાસ કરવાનું કહ્યું
- જાદર સબયાર્ડમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ મુકાયા હોવાનો આક્ષેપ
ઈડર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) ગણા વર્ષોથી ચાલી રહેલી સહકારી સંસ્થાઓમાં હોદ્દા ભોગવતા સહકારી રાજકારણીઓ પોતાનો અંગત સ્વાર્થ જોયા વિના એકપણ ડગલું આગળ માંડતા નથી, ત્યારે એક વર્ષ અગાઉ ઈડર માર્કેટયાર્ડનાં (Idar Market Yard) સત્તાવાળાઓએ લગભગ 15 કર્મચારીઓની પ્રાયોગિક ધોરણે હંગામી ભરતી કરી, જેમાં ચેરમેન પરિવારની એક યુવતીને પણ નોકરી પર લેવામાં આવી હતી. એટલુ જ નહીં પણ, આ ભરતીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદને મુખ્ય ગણી ડિરેકટરોએ દેખાવ ખાતર વયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ, જયારે નિમણૂકનાં ઓર્ડર અપાયા ત્યારે તેમાં એકથી વધુ કર્મચારીની ઉંમર 33 વર્ષ કરતાં વધુ હોવાનો એક પૂર્વ ડિરેકટરે કરેલા આક્ષેપ બાદ ઈડર તાલુકાનું (Idar) સહકારી રાજકારણ ફરીથી વિવાદના વંટોળમાં ઘેરાયું છે.
આ પણ વાંચો - Bhavnagarના ગારીયાધારમાં 6 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના પ્રયાસની ઘટનાથી મચી ગઈ ચકચાર
ડિરેક્ટરો અને ચેરમેનની મીલીભગતથી 15 કર્મચારીઓની ભરતી કરવાનો આરોપ
આરોપ મુજબ, એક વર્ષ અગાઉ ઈડર માર્કેટયાર્ડમાં (Idar Market Yard) ડિરેક્ટરો અને ચેરમેનની મીલીભગતથી 15 જેટલા કર્મચારીઓની ભરતી કરવાનો ઠરાવ કરાયો હતો. ત્યારબાદ દેખાવ ખાતર ભરતી પૂર્વેની કાર્યવાહી કાગળ પર બતાવવામાં આવી હતી. તત્કાલિન સમયે નિયમ મુજબ, જિલ્લા રજિસ્ટ્રારને સમગ્ર ભરતી પ્રક્રિયાથી વાકેફ કરાયા હતા. જયાં ઈડર માર્કેટયાર્ડનાં સત્તાવાળાઓએ ટેબલ નીચેનો વ્યવહાર કરીને પોતાનું ધાર્યુ કરી દીધું હોવાનો પણ આરોપ થયો હતો. એટલુ જ નહીં પણ માર્કેટયાર્ડનાં પૂર્વ ડિરેકટરે એવો આક્ષેપ કર્યો છે કે ઈડર માર્કેટયાર્ડનાં (Idar Market Yard) તાબામાં આવતા જાદર સબયાર્ડમાં ઈડર માર્કેટયાર્ડ કરતાં ઓછુ કામ રહેતું હોવાથી બે કર્મચારીઓ જરૂરી છે.
જાદર સબયાર્ડમાં જરૂર ન હોવા છતાં વધુ ત્રણ કર્મચારીઓ મૂકાયા
પરંતુ, એક વર્ષ અગાઉ માર્કેટયાર્ડનાં ચેરમેને ભરતી કર્યા બાદ જાદર સબયાર્ડમાં (Zadar Subyard) જરૂર ન હોવા છતાં વધુ ત્રણ કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે, જેથી જાદર સબયાર્ડનાં કર્મચારીઓને બોર્ડનાં ડિરેક્ટરોનાં આર્શિવાદથી લીલાલહેર છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. માર્કેટયાર્ડનાં વેપારીઓ પાસેથી જે શેષ તથા લાઇસન્સ ફી વસૂલીને માર્કેટયાર્ડનો નિભાવ કરે છે ત્યારે તેમાં કર્મચારીઓનાં પગારનો પણ સમાવેશ થઈ જાય છે, જેથી લોકમૂખે ચર્ચાતી વાત મુજબ, ઈડર માર્કેટયાર્ડનાં (Idar Market Yard) સત્તાવાળાઓ પોતાનાં માવકાઓને નોકરીએ રાખી જે પગાર ચૂકવે છે તેમાં આ સત્તાવાળાઓને કોઈ આર્થિક નુકસાન સહન કરવું પડતું નથી. જો આમ જ ચાલશે તો આગામી સયમાં સહકારી સંસ્થાઓ નામ શેષ થઈ જાય તો કહેવાય નહીં.
લાલ રંગથી માર્ગ કરેલા નામોની ભરતી કરાઈ!
આ પણ વાંચો - Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?
જિલ્લા રજિસ્ટ્રારે તપાસ કરવાનું રટણ કર્યું
ઈડર માર્કેટયાર્ડમાં સત્તાવાળાઓએ ભરતીમાં કરેલા ભ્રષ્ટાચાર અને સગાવાદ બાબતે હિંમતનગર (Himamathanagar) સ્થિત જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનાં જવાબદાર અધિકારીએ ઉમેર્યું હતું કે, ઈડર માર્કેટયાર્ડમાં કરાયેલી ભરતી બાબતે મળેલી જાણકારી બાદ અહેવાલ મોકલવા માટે ઈડર માર્કેટયાર્ડનાં (Sabarkantha) જવાબદાર અધિકારીને તાકીદ કરાઈ છે. જે આવી ગયા બાદ જરૂર પડશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હંગામી કર્મચારીઓને કાયમી કરવાની પેરવી
ઈડર માર્કેટયાર્ડમાં એક વર્ષ અગાઉ જે મામકાઓની ભરતી કરીને તેમને ફીક્સ પગાર અપાઈ રહ્યો છે ત્યારે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ કર્મચારીઓને પાછલા બારણે સહકારી કાયદાઓની છટક બારીઓને આધારે કાયમી કર્મચારી બનાવવાની પેરવી કરાઈ રહી હોવાનું પણ આધારભૂત સૂત્રોથી જાણવા મળ્યું છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા (Sabarkantha)
આ પણ વાંચો - Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!


