Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : સાબરડેરીનો મહત્ત્વનો નિર્ણય, સાબરદાણનાં ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ

સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેનાં સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય છે.
sabarkantha   સાબરડેરીનો મહત્ત્વનો નિર્ણય  સાબરદાણનાં ભાવમાં કર્યો ઘટાડો  જાણો નવો ભાવ
Advertisement
  1. સાબરડેરીનો પશુદાણમાં ભાવ ઘટાડાનો મહત્ત્વનો નિર્ણય (Sabarkantha)
  2. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને થશે ફાયદો
  3. અંદાજિત 3 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર
  4. 65 કિલોગ્રામ પશુદાણની બેગ પાછળ રૂ.50 નો ઘટાડો
  5. અગાઉ 65 કિલોગ્રામ બેગનો ભાવ 1600 રૂપિયા હતો

Sabarkantha : સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીનાં (Sabar Dairy) નિયામક મંડળે સાબરદાણનાં ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય મંગળવારે લીધા બાદ તેનો અમલ બુધવારથી જ કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ 65 કિલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું છે.

સાબરડેરીની બોર્ડ મિટિંગમાં લેવાયો નિર્ણય

આ અંગે સાબરડેરીનાં (Sabar Dairy) ચેરમેન શામળભાઈ પટેલ, એમડી સુભાષ પટેલ, નિયામક મંડળનાં ડો. વિપુલ પટેલ સહિત નિયામક મંડળની ઉપસ્થિતિમાં મંગળવારે યોજાયેલી બોર્ડ મિટિંગમાં દૂધ ઉત્પાદકોને ફાયદો થાય અને રોજબરોજ પશુઓને ખવડાવવામાં આવતા સાબરદાણનાં (Rate of Sabardan) ભાવની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સાબરદાણનાં પ્રતિ 65 કિલોનો ભાવ રૂ.1600 હતો તેમાં રૂ.50 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરાયા બાદ નિયામક મંડળની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ હતી.

Advertisement

 આ પણ વાંચો - Ahmedabad : પં.બંગાળનાં મહિલા દર્દી સિવિલમાં બ્રેઇનડેડ થયા, 1 લીવર, 2 કિડની, 2 આંખનું દાન

Advertisement

નવા ઘટાડેલા ભાવનો અમલ બુધવારથી કરવાનો નિર્ણય

આ નવા ઘટાડેલા ભાવનો અમલ બુધવારથી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીનાં (Sabarkantha) ચેરમેને વાતચીતમાં જણાવ્યું હતું. દરમિયાન સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેનાં સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય છે. જોકે આ નવીન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંદાજે 30 હજાર ટન દૈનિક હોવાથી ભવિષ્યમાં સાબરદાણની માંગમાં વધારો થાય તો પણ અન્ય સ્થળેથી દાણ મંગાવવાની નોબત નહીં આવે તે આશયથી જ અગાઉથી જ પ્લાન્ટની ક્ષમતા વધારી દેવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી.

 આ પણ વાંચો - Junagadh : કેશોદ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ, ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને GST નો વિરોધ

3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને અંદાજે 30 કરોડનો થશે ફાયદો!

એટલુ જ નહીં પણ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને (Milk Producers) આ ભાવ ઘટાડાને કારણે માસિક અંદાજે રૂ. 30 કરોડનો ફાયદો થશે તેવો દાવો કરાયો હતો. જો કે, ગામડાઓમાં રહેતા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો પણ પોતાનાં પશુઓને નિયમિત રીતે સાબરદાણ ખવડાવતા હોવાને કારણે આ પશુઓ પણ અન્ય સ્થળેથી ખરીદેલા દાણ ખાવામાં અણગમો રાખે છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

 આ પણ વાંચો - Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, યુવક, યુવતી સહિત ત્રણના મોત, ત્રીજો મૃતદેહ મળી આવ્યો

Tags :
Advertisement

.

×