Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha: શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બેગમાંથી નિકળ્યો સાપ, થોડી વાર થઈ હોત તો...

Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha)માં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં હિંમતનગર (Himmatnagar)ના અમરાપુર (Amrapur) ગામમાં આવેલી એક શાળામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન બનાવ બન્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી સાપ (Snake) નિકળ્યો...
sabarkantha  શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બેગમાંથી નિકળ્યો સાપ  થોડી વાર થઈ હોત તો
Advertisement

Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha)માં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં હિંમતનગર (Himmatnagar)ના અમરાપુર (Amrapur) ગામમાં આવેલી એક શાળામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન બનાવ બન્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની સ્કૂલ બેગમાંથી સાપ (Snake) નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ (Snake) નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢી દેવામાં આવ્યો

ઘટનાની વાત કરવામાં આવે તો, બેગમાંથી સાપ નીકળતા બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સમય સૂચકતા દાખવીને માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢી દેવામાં આવ્યો હતો. પરંચુ વાલીઓએ આ કિસ્સો જાગ્રત થવા જેવો છે. નોંધનીય છે કે, સદ્દનશીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ જો વિદ્ર્યાર્થિનીએ જાતે બેગ ખોલી હોત અને બેગમાં હાથ નાખ્યો હોત તો સાપ કરડી પણ શકતો હતો. પરંતુ સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. જેથી શાળાના શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

આવી ઘટનામાં માતા-પિતાએ ખાસ તકેદારી રાખવાની જરૂર

સ્વાભાવિક છે કે, આવી ઘટનાઓમાં માતા-પિતાએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. જેથી બાળકોની બેગ અને ખાસ કરીને બૂટ તપાસી લેવા જોઈએ. કારણ કે, આવી ઋતુમાં ઝેરી જીવજંતુઓ કરડી પણ શકે છે. જેથી માતા પિતા ખાસ ધ્યાન રાખે અને પોતાના બાળકોની સંભાળ રાખે. આ સાથે સાથે શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે, માતા-પિતા મોટા વિશ્વાસ સાથે પોતાના બાળકોને શિક્ષક પાસે ભણવા માટે મૂકીને જતા હોય છે.  જેથી શાળાના શિક્ષકોએ પણ બાળકો પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હિંમતનગરમાં બનેલી આ ઘટના દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સા જેવી છે.

Advertisement

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

આ પણ વાંચો: Gondal: PGVCL ની બેદરકારીએ ફરી લીધો જીવ! હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત

આ પણ વાંચો: Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

Tags :
Advertisement

.

×