ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SABARKANTHA : દિવ્યાંગ મતદારો માટે રખાશે આ ખાસ સુવિધાઓ

SABARKANTHA : સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે સોમવારે સાબરકાંઠા ( SABARKANTHA ) જિલ્લાના દિવ્યાંગોમાં મતદાર જાગૃતિ અંગે સહી ઝુંબેશ...
08:05 PM Apr 15, 2024 IST | Harsh Bhatt
SABARKANTHA : સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે સોમવારે સાબરકાંઠા ( SABARKANTHA ) જિલ્લાના દિવ્યાંગોમાં મતદાર જાગૃતિ અંગે સહી ઝુંબેશ...

SABARKANTHA : સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ઉપક્રમે સોમવારે સાબરકાંઠા ( SABARKANTHA ) જિલ્લાના દિવ્યાંગોમાં મતદાર જાગૃતિ અંગે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન જિલ્લા સેવા સદન, હિંમતનગર ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં ૮૦ દિવ્યાંગ મતદારોએ હાજરી આપી મતદાન અવશ્ય કરીશુ અને જિલ્લાના અન્ય દિવ્યાંગજનોને પણ મતદાનના દિવસે મતદાન કરે તે માટે પ્રેરિત કરીશુના શપથ લીધા હતા.

ચૂંટણીપંચે વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી

ભારતના ચૂંટણીપંચે વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સાબરકાંઠા ( SABARKANTHA ) જિલ્લાના 85 વર્ષથી વધુના 8162 મતદારો અને 9581 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં 85 વર્ષથી વધુના 7660 અને 5471 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. આ મતદારો પૈકી જેઓ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે.

સાબરકાંઠા જિલ્લાના ચાર મતદાર વિભાગની વાત કરીએ તો 27-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં 2463 દિવ્યાંગ મતદારો, 28-ઇડર વિધાનસભા મતવિસ્તારમાં 2222 તથા 29 ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં 2692 અને 33- પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં 2204 દિવ્યાંગ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ૩૦-ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં 2106 તથા 31-મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં 1927 તેમજ 32-બાયડ વિધાનસભા મતવિસ્તારમાં 1438 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.

ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો અને દિવ્યાંગો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચ દ્રારા સક્ષમ એપ્લીકેશન તૈયાર કરાઈ છે. જેની મદદથી દિવ્યાંગ મતદારો મતદાન કરી શકશે. જોકે આવા દિવ્યાંગ મતદારોએ એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકશે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો - Big Scam : સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનનો પુત્ર કરોડોની છેતરપિંડીમાં સામેલ

Tags :
benefitdisabled votersElection CommissionHimatnagarLokSabhaloksabha 2024pollingpolling stationSabarkanthaSpecial applicationVoting
Next Article