ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : પ્રાંતિજ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 8.30 લાખનો દારૂ ઝડપ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલક અને માલિક સહિત જથ્થો મોકલનાર, લેનાર સહિત 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
04:48 AM May 10, 2025 IST | Vipul Sen
સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલક અને માલિક સહિત જથ્થો મોકલનાર, લેનાર સહિત 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
Prantij_Gujarat_first main
  1. પ્રાંતિજ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી (Sabarkantha)
  2. શંકાસ્પદ કારમાંથી રૂ.8.30 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
  3. ૧પ લાખની કાર જપ્ત કરી, કારચાલક અને માલિક સહિત 4 સામે ફરિયાદ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તાલુકાથી પ્રાંતિજ જતા નેશનલ હાઈવે-8 પરથી શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલનાં અધિકારીઓએ બાતમીને આધારે પ્રાંતિજ (Prantij) ઓવરબ્રિજ નજીકથી પસાર થતા બે શંકાસ્પદ વાહનોને અટકાવી તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂ.8.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂના જથ્થા સહિત અલગ-અલગ નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલક અને માલિક સહિત જથ્થો મોકલનાર, લેનાર સહિત 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો - Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, સરહદી જિલ્લાઓની સ્થિતિની માહિતી મેળવી

કારમાંથી રૂ. 8.30 લાખની 1403 દારૂની બોટલ જપ્ત

આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલનાં (State Monitoring Cell) PSI વી.એ. શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુક્રવારે પ્રાંતિજનાં ઓવરબ્રિજ નજીકથી બે વાહનોમાં પાસ પરમીટ વિના દારૂ જથ્થો અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલનાં સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન, અહીંથી પસાર થઈ રહેલ કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવાઈ હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં રેડ અધિકારી તથા સ્ટાફને અંદાજે રૂ.8.30 લાખની કિંમતની અંદાજે 1403 દારૂની બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો - IndiaPakistanWar2025 : તણાવ વચ્ચે તબીબી અધિકારીઓને ગુજરાત આરોગ્ય વિભાગનો મોટો આદેશ

કારચાલક અને માલિક સહિત 4 સામે ફરિયાદ

પોલીસે કારને જપ્ત કરી કારમાં તપાસ કરતા બે અલગ-અલગ નંબર પ્લેટ હાથ લાગી હતી. ત્યારબાદ કારના માલિકની પૂછપરછ કરતા PSI શેખે તરતજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો મોકલનાર અને ચાલક સહિત 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરકાંઠામાંથી (Sabarkantha) પકડેલો દારૂનો જથ્થો કેવી રીતે હિંમતનગર થઈ પ્રાંતિજ તરફ ગયો તે પણ તપાસનો વિષય છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - India Pakistan War 2025 : સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા કર્યું સૂચન

 

  • Beta

Beta feature

Tags :
Crime NewsgujaratfirstnewsHimmatnagarPrantijPrantij Police StationSabarkanthaState Monitoring CellTop Gujarati New
Next Article