Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : PSI, ASI સહિતના કર્મચારીઓ-અરજદારોએ મળતા પહેલા PSO ની મંજૂરી લેવી!

પીઆઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વોટ્સઅપ ગ્રૂપમાં વિગતો મૂકતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
sabarkantha   psi  asi સહિતના કર્મચારીઓ અરજદારોએ મળતા પહેલા pso ની મંજૂરી લેવી
Advertisement
  1. મહિલા પીઆઈએ સ્થાનિક પોલીસનાં વોટ્સઅપ ગ્રૂપમાં નોટિસ વાઇરલ કરતાં કચવાટ!
  2. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિતનાએ મળવું હોય તો પહેલા PSO નો સંપર્ક કરવો પડશે!
  3. પીઆઈની ચેમ્બરમાં જતાં અગાઉ PSO ની પરવાનગી લેવી પડશે
  4. ફતવો જાહેર કર્યા બાદ મહિલા પીઆઈની તાત્કાલિક ધોરણે કરાય બદલી કરાઈ

હિંમતનગર તાલુકાનાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પીઆઈની નીતિ-રીતિથી સ્થાનિક રહીશોમાં નારાજગી પ્રસરી છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં આર્શીવાદ અને પોતાની સત્તાનાં જોરે મહિલા પીઆઈએ તાજેતરમાં એક એવો ફતવો બહાર પાડયો છે કે પીઆઈ કક્ષા સિવાયનાં અન્ય કર્મચારીઓએ તેમની ઓફિસમાં આવતા અગાઉ PSO નો સંપર્ક કરવો પડશે, જેને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનાં કેટલાક કર્મચારીઓ પણ મનોમન નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો કે, પીઆઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વોટ્સઅપ ગ્રૂપમાં વિગતો મૂકતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.

PSO ની પરવાનગી વગર ચેમ્બરમાં ન પ્રવેશવા પીઆઈનાં આદેશથી વિવાદ!

આ અંગેની વિગત એવી છે કે, ગાંભોઈ પોલીસ મથકનાં પીઆઈ હસુમતીબેન પટેલે પોતાનાં જ પોલીસ મથકના અધિકારીઓ-કર્મચારી માટે વિવાદાસ્પદ આદેશ કર્યો હોવાથી વિવાદ સર્જાયો છે. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના અધિકારી-કર્મચારીઓએ પીઆઈની ચેમ્બરમાં જતાં અગાઉ PSO ની પરવાનગી લેવી પડશે અને ત્યારબાદ બાદ જ કોઈપણ કામકાજ માટે પીઆઈની ચેમ્બરમાં પ્રવેશ મળી શકાશે એવા ગાંભોઈ પીઆઈનાં આદેશથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં કચવાટ ફેલાયો છે. સમગ્ર સાબરકાંઠામાં એક માત્ર ગાંભોઈનાં પીઆઈએ પોતાનાં પોલીસ મથકમાં ફરજ બજાવતા સાથી પીએસઆઈ સહિતનાં પોલીસકર્મીઓ માટે તેમ જ અરજદારો અને મુલાકાતીઓ માટે આવો ફતવો બહાર પાડીને વિવાદને જન્મ આપ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Navsari : ટ્રેનની અડફેટે બે યુવકના મોત, પોલીસ પર ઘોર બેદરકારીનો આરોપ

Advertisement

ગાંભાઈ પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ આવ્યા બાદ અસામાજિક તત્વોનો આતંક વધ્યાની ચર્ચા

આરોપ છે કે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ આવ્યા બાદથી અવારનવાર આ પંથકને અસામાજિક તત્વોએ બાનમાં લીધો હોવાની અનેક ઘટનાઓ બની છે. એટલું જ નહીં પણ અસમાજિક તત્વોએ મચાવેલા દેકારા બાદ આ મહિલા પીઆઈએ તરત જ કાર્યવાહી કરવાને બદલે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હોવાનાં આરોપ થયા છે. હવે, વધુ એક વખત મનમાની કરીને સ્ટાફનાં વોટ્સઅપ ગ્રૂપમાં વિવાદિત આદેશ સાથે નોટિસ પોસ્ટ કરી હોવાથી મહિલા પીઆઈની આ કાર્ય નીતિ કાયદાકીય રીતે કેટલી સુસંગત છે ? તે માટે ઉચ્ચ અધિકારીઓએ અને ગૃહમંત્રીએ તપાસ કરવી જોઈએ તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો - Surendranagar : વધુ એક લંપટ સ્વામીની 'પાપલીલા' નો વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં રોષ!

ગાંભોઈનાં પીઆઈની એલઆઈબીમાં બદલી કરી દેવાઈ

માહિતી અનુસાર, ગાંભોઈનાં મહિલા પીઆઈ હસુમતીબેન પટેલનાં વિવાદિત નિર્ણયોને લઈને જિલ્લા પોલીસવડા વિજય પટેલે તેણીની સોમવારે બપોર બાદ તાબડતોબ બદલી કરીને હિંમતનગર પોલીસવડા કચેરીમાં કાર્યરત એલઆઈબીમાં મૂકી દીધા છે અને તેમના સ્થાને એલઆઈબીનાં પીઆઈ નિકુલ રબારીને ગાંભોઈ પીઆઈ તરીકે જવાબદારી સોંપાઈ છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Gandhinagar : ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.

×