Sabarkantha : ખેડબ્રહ્માના રતનપુરમાં માટીની દીવાલ ઘસી પડતા બે બાળકોનાં મોત
- ખેડબ્રહ્માના રતનપુરમાં માટીની દીવાલ ઘસી પડી, ત્રણ બાળકો દટાયા (Sabarkantha)
- ત્રણેયને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં માટીમાંથી બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાયા
- વધુ સારવાર માટે લઈ જવાતા બાળકી-બાળકનું મોત, ખેરોજ પોલીસે ગુનો દાખલ કર્યો
Sabarkantha : ખેડબ્રહ્મા તાલુકાના (Khedbrahma) રતનપુર ગામની સુકાઆંબા ફળીમાં રવિવારે એક મકાનની માટીની દીવાલ ભેજને કારણે ઘસી પડી હતી, જેમાં ત્રણ બાળકો દટાયા હતા. જો કે, તરત જ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ રહ્યા હતા. ત્યારે વડાલી નજીક એક બાળક અને બાળકીનું મોત નિપજયું હતું. જે અંગેની ફરિયાદ ખેરોજ પોલીસ સ્ટેશનમાં (Kheroj Police Station) નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો - Anand : ST બસ હોટેલ પર ઊભી રહે તો નાસ્તો-ભોજન કરતા પહેલા ચેતજો! ડ્રાઇવર સાથે જ બની જોખમી ઘટના!
ઘરની ચોપાડમાં બાળકો રમતા હતા ત્યારે અચાનક માટીની દીવાલ પડી
આ અંગે રતનપુર ગામે (Ratanpur) રહેતા અમરતભાઇ ભાંડુભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિવારે તેમના ઘરની ચોપાડમાં સાંજના સુમારે તેમના બાળકો દિલીપ (ઉ.વ.4), આશા (ઉ.વ.7) અને રવિન્દ્ર (ઉ.વ.9) રમતા હતા. ત્યારે અચાનક માટીની દીવાલ ભેજને કારણે પડી ગઇ હતી, જેથી ત્રણેય બાળકો દીવાલ નીચે દટાયા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ખબર પડતાં ઘસી પડેલી માટીમાંથી ત્રણેય ઇજાગ્રસ્ત બાળકોને બહાર કઢાયા હતા.
આ પણ વાંચો - Gandhinagar : દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી સ્કૂલમાં બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર
વધુ સારવાર માટે લઈ જતાં સમયે બે બાળકોનાં મોત
ત્યારબાદ ઇજાગ્રસ્ત રવિન્દ્રને ખેડબ્રહ્માની હોસ્પિટલમાં (Khedbrahma Hospital) લઇ જવાયો હતો. જયારે, દિલીપ અને આશાને વધુ સારવાર માટે ખેડબ્રહ્માથી વડાલી (Sabarkantha) તરફ વાહનમાં લઇ જવાઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બન્નેના માસૂમનાં મોત નીપજયા હતા, આ સમગ્ર ઘટના અંગે અમરતભાઇ મકવાણાએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં (Kheroj Police Station) જાણ કરી હતી.
અહેવાલ : યશ ઉપાધ્યાય , સાબરકાંઠા
આ પણ વાંચો - Kutch : ભુજના નાડાપા ગામે મકાનની દીવાલ બે માસૂમ બાળકો પર પડી, એકનું મોત


